માનવ એકતા અને જીવન વિકાસમાં શ્રદ્ધેય પર્વ રોશ હસના યહૂદી નવું વર્ષ

માનવ એકતા અને જીવન વિકાસમાં શ્રદ્ધેય પર્વ રોશ હસના યહૂદી નવું વર્ષ
Spread the love

દરેક ધર્મને પોત પોતાનું નવું વર્ષ હોય છે.જે મોટે ભાગે ઈશ્વર પ્રાર્થના, ધરતી, પ્રકૃતિ વંદના અને માનવ ઉત્થાન અને બુરાઈઓ ભૂલી ,નીતિથી ચાલવાનું શીખવાડે છે, થોડી થોડી ભિન્નતા હોય પરંતુ મૂળ લક્ષ્ય તો આસ્થા અને માનવ વિજય અંગે દિશા સૂચનનો પ્રયાસ હોય છે.ભારત અને વિદેશ માં આવતા નૂતન વર્ષ, તેની ઉજવણી અને સંસ્કૃતિનો જે તફાવત હોય તે પોતપોતાના પ્રદેશ નું મહત્વ ધરાવે છે. દરેક પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈએ અને તેથી તેની દરેક પ્રાર્થનામાં શરણાગતિ રહેલી હોય ,ભાવિ માટેની સુખાકારી હોય.મિજબાની,મિલન અને આનંદ એ દરેક તહેવારનું લક્ષ્ય હોય છે. આવા તહેવારો માનવ એકતા અને સંસ્કૃતિ ના સાચા રખેવાળ હોય છે.નીડર,હિંમત અને પ્રબળ  પુરુષાર્થ થી લડેલી આ કોમે કદી શરણાગતિ સ્વીકારી નથી.ખંત,ખુદ્દારી,ખમીર આ પ્રજાએ દાખવ્યું  છે.

બાઇબલ ના આધારે રજાને ‘યોમ તેરુઆહ ‘એટલે કે ‘રાડારાડ ‘અને’ ધડાકાનો દિવસ’; મારી ધારણા મુજબ ‘રાડારાડ ‘એટલે આનંદ ની ચીચીયારી ‘ અને’ ધડાકા’ એટલે કશુંક નવું કરવું.;આપણે ગુજરાતીમાં ધડાકો કર્યો એમ કહીએ છીએ.હિબ્રુ -યહૂદી પ્રજા નવા પવિત્ર માને છે, આ દિવસે બ્રહ્માંડમાં આ  દિવસે  ભગવાને ઇવ અને આદમ ની રચના કરેલી- પ્રશંસા ના દિવસ તરીકે નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે સ્વીકારે છે.નવા વર્ષ ની શરૂઆત હિબ્રુ કેલેન્ડર આધારિત હોવાથી નિશ્ચિત કોઈ એક તા.આવતી નથી.પરંતુ જુલાઈ અથવા ઓગષ્ટમાં આવે છે.તા.6 થી જુલાઈથી 8 જુલાઈ સુધી  યહૂદીઓ નૂતન વર્ષ ઉજવાશે.

જોકે આ તહેવાર કુલ્લે 10 દિવસ સુધી મનાવવાની પારંપરિક રીતે પ્રથા આજ સુધી ચાલી આવે છે.’ રોશનાહ હશ’નવા વર્ષની  રજા દરમ્યાન ‘યોમ કપૂર’ તૈયારી,પ્રવૃત્તિમાં ગોઠવણી વગેરે માટે,પરંપરાગત બનાવવા આ તહેવાર 10 દિવસ સુધીનો છે.એમ કહેવાય છે કે પોતે પછીના વર્ષોમાં શું કરશે,તથા ઈશ્વર પોતાના માટે શું વિચાર્યું ,ધાર્યું છે,ઘડ્યું છે તે નક્કી આ સમયમાં થાય છે. ‘રોશ ‘હિબ્રુ શબ્દ છે,તેનો અર્થ ‘માથું ‘ થાય;’હા ‘-નિશ્ચિત લેખ.’શનાહ ‘એટલે ”વર્ષ ‘નો શ નાહ ‘ એટલે વર્ષનો પ્રારંભ દિવસ -જે હિબ્રુ પંચાંગ મુજબ વિશ્વભરમાં યહૂદીઓ આ દિવસ ઉજવે છે.આ દિવસે શુભ,પવિત્ર,પસ્તાવો,પ્રાયશ્ચિત ,ક્ષમા માફી યાચના,પ્રાર્થના વાંચન,’ સિનાયોગ ‘(મંદિરમાં સેવા આપવી, શાસ્ત્રો ગ્રંથો, શ્લોક, સૂત્રો ઉચ્ચાર, મીણબત્તી પેટાવી ચેતના પ્રજ્વલિત કરવાના આ દિવસ છે.

આ દિવસોમાં ખાસ પ્રકારનું ‘શીંગડા માંથી બનાવેલું ટ્મપેટ (રણશિંગુ ) વાદ્ય -ફૂંકાવાના દિવસો છે.એક મહિના દરમિયાન સવારે શોફર (રેમ ની)! -ફૂંકાય છે.જેમ આપણા મંદિરમાં ઘંટ નાદ  વાગે છે તેમ !  ‘શબ્બાટ ‘ (સેબથ )પ્રાર્થના દરમિયાન તે ફૂંકાય નહીં ;પ્રાર્થના પહેલા દરરોજ 100 જેટલી વાર ધૂમ ધડાકા સાથે ફૂંકાય છે.તેનો અર્થ,પ્રાર્થનાનો સમય થયો તેનો સંકેત-જાગૃતિ માટે સિગ્નલ ગણાય છે. તે સૂચવે છે કે-‘તમારી ઊંઘમાંથી જાગી”તમારી રીતો તપાસો’.પસ્તાવો કરો.સંકોચ વગર ક્ષમા,માફી માંગો અને સર્જકને કાયમ યાદ કરો ‘  બે દિવસ રોજ છોકરીઓ મીણબત્તી પેટાવે તેનો અર્થ થાય છે,ઈશ્વર જરૂર આશીર્વાદ  મોકલો જ એવી શ્રદ્ધા રાખો .આ પ્રકાશ સમારોહ કહેવાય.સૂર્યાસ્ત પછી મીણબત્તી પેટાવાય નહિ.રોશ હશ નાહ  દરમિયાન મીણબત્તી ના પ્રકાશની જરૂર રહેતી નથી.

પ્રથમ  દિવસે પાણી ની નજીક નદી,સાગર,તળાવ કાંઠે પ્રાર્થનાઓ થાય છે,પાપ રૂપી સૂકા રોટલા પધરાવાય છે.’ સિના યોગ (‘મંદિર)માં થતી પ્રાર્થનાઓ -સભાસ્થળો  બને છે.જેમાં નવા વર્ષ માટે ઈશ્વરનો આભાર માનો આવનારા દિવસો માટે શુભેચ્છાઓ ની આપ-લે થાય છે..ભગવાન સામે આર્તનાદ થી કરેલી પ્રાર્થનાઓ તે સાંભળે છે.આ દિવસોમાં ખાસ ધર્મગ્રંથ-પ્રાર્થના મયઝોર’નું વાંચન કરે છે. વિવિધ પ્રકારની પ્રાર્થના માં  ઈશ્વર સાન્નિધ્ય  નીઅનુભૂતિ દરેક યહૂદીઓ મેળવવા ઝંખે છે.સવારમાં’ તોરાહ કથાઓ ‘વંચાય છે. બીજે દિવસે પ્રાર્થનાઓ લાંબી હોવાથી વધુ સમય લે છે. કારણ આ પ્રાર્થનાઓ માં દરેકની પોતાની અંગત માંગણી હોય સાથે અન્ય ત્રણ પ્રાર્થના આશીર્વાદો પ્રાપ્તિ ની ઝંખના માટે કરે છે.દરેક કથાઓ પછી શોફર ફૂંકાય છે.

આ તહેવારોમાં મધમાં બોળી સફરજન ખાવાનો ચાલ છે.તેની પાછળ નો અર્થ મીઠાશ રાખો,અમારા તમારા માટે મીઠા વર્ષ નો પ્રારંભ હો ! માછલીના માથા ની વાનગી -હંમેશા સ્વમાની બની ઊંચું મસ્તક રાખવાનું સૂચવે છે અને પૂંછડી પટપટાવતા ગુલામ ન બનવા ઈશારો કરે છે .દાડમ નું ફળ બધાની સાથે રહી એકતા દ્વારા સૌના આશીર્વાદ પામવાનો ઈશારો છે.અન્ય વાનગી પ્રતીકાત્મક ગણાતી નથી,કોઈપણ સૂકા મેવાનું સ્થાન વાનગીમાં નથી આ તહેવારમાં વનીકરણ -વૃક્ષ રખોપુ કાર્યક્રમ પણ હોય છે.

શોફર વગાડવું તે જીવન પરિવર્તન સમય આવ્યો જાગો સમય સૂચક છે.25 કલાક પૂજા ઉપવાસ.25 કલાક દેશ સંપૂર્ણ સ્થગિત,તેમાં રેડીઓ,તમામ ચેનલો, ઇલેક્ટ્રોનિક મીડિયા, વાહન વધુ જ સ્વેચ્છાએ ઠપ  બધે જ પ્રાર્થનાનો આ’ લાંબી ભક્તિ શાંતિ પળો’નો લાભ લઈને ઇજિપ્ત સરકારે 1973માં ઘાતક હુમલો કરેલો. નવા વર્ષનો પ્રથમ  દિવસ, પ્રાર્થના, મિલન વગેરે સાથે ઘરનીશોભા વગેરે પારંપારિક રીત રિવાજો આધીન હોય છે. મુખ્ય  બે દિવસ અને  દશ દિવસ સુધીની  ઉજવણી ‘યોમ કપૂર ના તહેવાર સાથે પૂર્ણ થાય છે.નવું વર્ષ પ્રારંભ પ્રાર્થના, શોફર બ્યુગલજાગૃતિ,યાદગારદિવસ,જજમેન્ટ દિવસ  આમ  પાપ  કબૂલી,પ્રાયશ્ચિત દ્વારા આત્મશુદ્ધિ નું પર્વ છે.જે ભાવિ પેઢી માટે સંસ્કાર,સંસ્કૃતિ,પરંપરામાં, લોકપર્વ કહી શકાય.પ્રકૃતિ,સંસ્કૃતિ,ઈશ્વર હયાતી અને વૃક્ષ પ્રીતિ નો સમન્વય -મનોરંજક ઉજવણી સાથે નવા વર્ષનો આવિષ્કાર છે.

જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Right Click Disabled!