કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
Spread the love

ગાંધીનગર જિલ્લાના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના બંગલામાં ₹.8.51 લાખની ચોરી કરનાર ગેંગને ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સર્વેલન્સ તેમજ ઘરના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરીને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામના 7 જણાંની ગેંગ ઝડપીને ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે

કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે 2 જુલાઈની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા MLA ના નિવાસસ્થાનમાંથી તસ્કરોએ રોકડ દાગીના સહિત બે લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયાં હતાં બળદેવજી ઠાકોરના ઘરેથી ચોરીમાં રોકડ સોના ચાંદીના દાગીના ઉપરાંત ત્રણ એલઇડી લાઈટની પણ ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે

*ક્રાઈમ બ્રાન્ચે ગેંગની ધરપકડ મહેસાણા જિલ્લાના કડી તાલુકા માથી કરી*

કલોલના કોંગ્રેસના ધારાસભ્યના ઘરે થયેલી ચોરીને પોલીસે ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ વડાઅે ગંભીર ગુનાના ભેદ ઉકેલનાર ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર હરદિપસિંહ ઝાલાને આ કામગીરીની તપાસ સોંપવામાં આવી હતી જે અન્યવે ઈન્સ્પેક્ટરે પોતાની ટીમ સાથે કલોલમાં તપાસ કરીને ચોરીની ઘટનાનો તાગ મેળવ્યા હતા

આ ટીમ દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસી તે દરમ્યાન ખૂટતી કડીઓને એકસાથે જોડતાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામની ગેંગ દ્વારા આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું

પોલીસે હાલ આરોપી પાસે થી ત્રણ એલઇડી ટીવી મોબાઈલ ફોન રિક્ષા તેમજ ચોરી કરેલા કપડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

આ ગેંગના મુખ્ય આરોપી વિષ્ણુજી ઠાકોર વિરૂધ્ધ અગાઉ કરી અને વિજાપુર પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે જ્યારે ભોલાજી ઠાકોર વિરૂધ્ધ લાંઘણજ માં બે તેમજ કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.

IMG-20210710-WA0012.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!