દહેગામના 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ એસટી ડેપોના શૌચાલય પર અઘોષિત પ્રતિબંધ મૂકાયો…!

દહેગામના 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ એસટી ડેપોના શૌચાલય પર અઘોષિત પ્રતિબંધ મૂકાયો…!
Spread the love

દહેગામ ખાતે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેશનમાં અધતન સુવિધાવાળા મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ – ટીકીટ રૂમ, એ.ટી.એસ.- એ.ટી.આઇ રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), શૌચાલય, વિકલાંગ વ્યક્તીઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમપ્ની સુવિધા સહિત, રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

પરંતુ છ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બસ ડેપોમાં નવીન બનેલ જેનટ્સ અને લેડીઝ માટેના આ શૌચાલયના દરવાજા પર એસટી સત્તાધીશોએ તાળા મારી દીધા હોઈ તેથી તેનો લાભ આ નવીન બનેલ બસ સ્ટેશન પર મલતો નથી. જેથી આ મારેલ તાળા વહેલી તકે ખોલીને આ શૌચાલય લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!