તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીને લઈ રેલી કાઢવામાં આવી
તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલનાં અસહ્ય ભાવ વધારાનાં કારણે મોંઘવારી વિરુધ્ધ નમો મંત્ર અર્થાત લૂંટતંત્ર અંતર્ગત જનચેતના કાર્યક્રમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સેક્રટરી જીતેન્દ્ર બઘેલની આગેવાનીમાં કરવામાં આવ્યો. જે કાર્યકમમાં બાબુજી ઠાકોર. (માણસા પૂર્વ ધારાસભ્ય), મહેન્દ્રસિંહ બારૈયા (પૂર્વ ધારાસભ્ય પ્રાંતીજ-તલોદ), કમલેશભાઈ પટેલ (પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ), જયદીપસિંહ ઠાકોર (પ્રોટોકોલ ઇનચાર્જ), પ્રભાતસિંહ સોલંકી (વિરોધ પક્ષ નેતા સાબરકાંઠા જિલ્લા પંચાયત), સુરેશભાઈ પટેલ(પૂર્વ પ્રમુખ. હિંમતનગર તાલુકા), રંગુસિંહ સોલંકી (ઓબીસી સેલ પ્રદેશ મહામંત્રી) તથા NSUI નાં હોદ્દેદારો તાલુકા સંગઠન મિત્રોને તમામ કાર્યકમ નું આયોજન ખોડાભાઈ દેસાઈ તથા ભગવતસિંહ ઝાલા (પ્રમુખ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ) દ્વારા ચાલુ સરકારના વિરોધમાં વધતી જતી મોંઘવારીને લઈ રેલી કાઢવામાં આવી તલોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.