સફળતાનો નશો સદ્ગુણ ભુલાવે…!

સફળતાનો નશો સદ્ગુણ ભુલાવે…!
Spread the love

માનવીની મોટામાં મોટી વિશેષતા એ છે કે પોતાને કામમાં આવે  તેવી સંપર્કમાં આવતી વ્યક્તિને શોધી લે છે.બીજી વિશેષતા એ છે કે  કામ પતે તે પછી ભૂલી જવું અને નવી પરિસ્થિતિ વિશે વિચારવું,નવા સંપર્કો શોધવા અને પોતાની મસ્તીના કેફમાં જો સફળતા મળે તો તાનમાં રહેવું.સંપર્કો જોડવા,તોડવા અને સાચવીને સંભાળવા તે એક કળા છે એવું તમામ ચિંતકો કહે છે. મને સમજાયું છે કે તક સાધુ માનવ જેવું બીજું પ્રાણી જગતમાં એકે નથી.કૃતઘ્નતા કે આભારવશ પણું દરેકમાં નથી હોતું તેથી જ તે કહે છે એમાં શું ?એની ફરજ હતી કયું ; તેને ગમતું હતું તેથી કર્યું ‘. મેં થોડું કીધું’તું ‘

માનવીની ઉદારતા, સેવા અને કરેલા ઉપકારને ઓળખનાર વ્યક્તિઓ બહુ જૂજ હોય છે. અતિશય લાગણીવશ બની કોઈના માટે કરેલું કાર્ય વિજય મળતા  સામે હુંકાર કરે ત્યારે વેદના જરૂર થાય એવી આઘાતજનક વેદનામાંથી આ લેખનું સર્જન થયું. માનવ વિચાર,વર્તન અને વ્યવહાર માં જેટલી શુદ્ધિ તેટલા સંબંધ વધે.વળતરની આશા કે કુશળતાનો ‘ પાવર’ ભલે પ્રખર હોય પણ જ્યારે તે સ્વાર્થી બની જાય ત્યારે તમારો વિકાસ તો અટકે છે.પણ સામી વ્યક્તિ જે પ્રેરણા સ્ત્રોત ,મદદગાર અને માર્ગદર્શક હોય તેને પ્રત્યે અરુચિ જાગે છે . માર્ગદર્શક નું કામ રસ્તો બતાવવાનું છે.સાથે ચાલવાનું નહીં. સફળતા પામ્યા નો આનંદ કેવળ તમારી આવડત ને આભારી છે. તે કેવળ આભાસ છે.

ભીતરમાં ઢબુરાયેલી શકિત પરની ધુળ કોઇપણ માણસ જાતે દૂર ન કરી શકે.આયનાની ધૂળ સાફ કરવા તો કપડાં નું ‘ ડસ્ટર’ જોઇએ  એ સંબંધને ગમે તે નામ આપો.તમારામાં રહેલી અને તમને ન દેખાતી ઘણી બાબતો અનુભવી તમને સુચકતા,સલાહ સાથે લાભાલાભ  સહિત ઓળખાવે છે .યાદ રાખજો પૂર્વજોના ખભા ઉપર ઉભા રહ્યા વિના વર્તમાનનો વિજય શક્ય નથી.મારો કહેવાનો અર્થ તમને કોઈપણ રીતે મદદ બનનાર ને કદી આપ વડાઈ, ઘમંડ થી દૂર કરી મોં ફેરવી ન લેતા.હજુ વધુ પ્રાપ્તિ પ્રાપ્તિ કરવાની છે. પ્રસિદ્ધિ ની દોડમાં  નગુણા બનનાર ને જગત જેમ જેમ અનુભવ થાય તેમ અવશ્ય ઓળખી લે છે દોસ્ત !હજુ જીવનમાં ઘણું કરવાનું છે,વિવેક ચુકે તે વિજયની ક્ષણ ચુકે છે.

પૂર્વજોનું ઋણ અને  વર્તમાનના સાથી ના ઋણને  ભુલાય  તે દુઃખદ કહેવાય.:.વિજય નો નશો જ્યારે પ્રોત્સાહન નો પ્રાણ વાયુ પુરનાર ને વિસરે ત્યારે લોકો તેને શું કહેશે તેની તેને ફિકર હોતી નથી.ખાનદાની ના ખોરડે જ કદરદાની નો કૂકડો બોલે છે.હું પદ નો વાયરો ગતિ સાથે વિંઝાય ત્યારે સજજનતા પણ તેમાં ઢસડાય છે.હું..મેં..અને મેળવેલી સફળતા એ માત્ર મારી કાબેલિયત ના પ્રતાપે કૌશલ્યથી પ્રાપ્ત થઇ છે.તે વાતનો વિચાર  જાગે ત્યારે  આવું વિચારનાર ઘણું ગુમાવે છે.એક વખત જો વિજય આનંદ નશો બની જાય તો તે વ્યકિતને વિવેક શૂન્ય બનાવે છે એ વાત સત્ય ની નજીક હોવાના દાખલા  મારા જીવનમાં આજ દિન સુધી બન્યા છે.નોંધાયેલ છે.

ઘણી વાર સાદી સમજ કોઈ ને ઉપદેશ લાગે ત્યારે તે પોતાની રીતે જ તેના અર્થ કાઢી સમજ ને હડસેલી દે છે.મમત્વ માં મશગુલ માનવી  રોજિંદી પ્રવૃતિમાં ગરકાવ થઇ જાય છે.કદરદાની, આભાર ભાવના કે સંબંધોની ગહનતા સાચવવાની કુશળતા નો સંસ્કારી સદ્ ગુણ જો દરેકમાં હોત તો સંસારના સંબંધોમાં તિરાડ પડવાના અવસરો જ ન આવત.સ્વ નો આનંદ નહીં સર્વનો આનંદ જ..સાચી સફળતા નો જયઘોષ હોવો જોઈએ. સફળતાનો પહેલો નિયમ પૂર્વજો ને નમસ્કાર ,ઋણાનુબંધ ની આભાર ભરી લાગણી ,સહિયારા સાથની ગાથા  સાથે નિખાલસ ન્રમતા ગણાય .

(અમેરિકા આવ્યા પહેલા ભારતમાં 2018 માં  થયેલા એક કડવા  અનુભવના  આધારે -સત્યકથન )

જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Admin

Admin

9909969099
Right Click Disabled!