જામનગરની મિશનરી શાળાએ પોતાની શાળાના વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ ન અપાતા ABVPનો વિરોધ

જામનગરની મિશનરી શાળાએ પોતાની શાળાના વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ ન અપાતા ABVPનો વિરોધ
Spread the love

એબીવીપી દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંગે આવેદનપત્ર પાઠવ્યું

જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ દ્વારા ધોરણ 10માં પોતાની શાળામાં જ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ ન અપાતા ABVP દ્વારા શાળા ખાતે સુત્રોચ્ચાર કરી પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવી હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારીમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ જે બાબતનો ડર હતો તે બાબત હવે સામે આવી રહી છે અને ધોરણ 10માં માસ પ્રમોશન અપાતાં 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા બાદ હવે ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે મેળવવો તે પણ મોટો પ્રશ્ન શાળા સંચાલકો માટે થઇ રહ્યો છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પણ જોવા મળ્યું છે.

જામનગરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છ દ્વારા પોતાની શાળામાં અભ્યાસ કરતા 32 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 10માં પાસ થયા બાદ ધોરણ 11માં પ્રવેશ ન અપાતા ABVP દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી તેમજ શાળાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી તથા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

જયારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યા મુજબ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મેરીટના આધારે જ શાળાની ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવ્યો છે…જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઇ અન્યાય કરવામાં આવ્યો નથી, જ્યારે ABVPની રજૂઆતના પગલે આવતા વર્ષે તેમની રજૂઆત મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

જામનગર ABVP દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ST Xavier’s સ્કુલ માં અભ્યાસ કરી ચૂકેલ ધો.10ના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપવામાં આવતો નથી. તો આ ક્યાંક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે…આ વિધાર્થી હવે શું કરશે ? એના અન્ય સ્કુલમાં એડમિશન કરાવવાની જવાબદારી શું શાળા મેનેજમેન્ટ લ્યે છે? અને જો વિદ્યાર્થીઓ નું રિસલ્ટ ઓછું આવ્યું હોઇ તો થોડે અંશે શાળા પણ જવાબદાર હોઇ શકે.

માટે આ નિર્ણયનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી માંગ કરે છે ST Xavier’s શાળામાં ધો.10માં અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ તમારી જ શાળામાં ધો.11માં એડમિશન આપવું આ બાબતે શાળાના પ્રિન્સીપાલને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપવામાં આવતો ન હોય. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળાના પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલ ધો.10ના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ધો.10માં અભ્યાસ કરી ચૂકેલા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ ન મળે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતાં હોવાનું જણાવી આ શાળામાં ધો.10માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ધો.11માં એડમિશન આપવા આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. એબીવીપીના નગરમંત્રી સંજીત નાખવા સહિતના કાર્યકર્તાઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

રિપોર્ટ :  રોહિત મેરાણી (જામનગર)

338854-jamschoolkty.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!