મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી રૂપાણીએ  દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને  સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી
Spread the love

દ્વારકા : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિકાસ કામોની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા મુલાકાતમાં પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી
પ્રવાસન સચિવશ્રી હરિત શુક્લા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇ જી શ્રી, સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે,
મુખ્યમંત્રીશ્રી રૂપાણી આવતીકાલે તા. ૨૨, જુલાઇ ગુરૂવારના રોજ સવારે જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન- પૂજા અર્ચના કરીને સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આર્શીવાદ મેળવશે

રિપોર્ટ : રાકેશ સામાણી

Right Click Disabled!