સુરત માં LICનો IPO લાવવાના નિર્ણયના વિરોધમાં કર્મચારીઓના દેખાવો

સુરત માં LICનો IPO લાવવાના નિર્ણયના વિરોધમાં કર્મચારીઓના દેખાવો
Spread the love

સુરત ની મુગલીસરા સ્થિતિ એલઆઇસીની કચેરી સમક્ષ આજે કર્મચારીઓએ આઇપીઓ લાવવા નિર્ણયના વિરોધમાં દેખાવો યોજ્યા હતા.સરકારનું આ પગલું ભારતની અર્થવ્યવસ્થા માટે પ્રાણઘાતક સાબિત થશે, એવી દલીલ કર્મચારી સંગઠનોની છે. ઓલ ઇન્ડિયા ઇન્સયોરન્સ એમ્પ્લોઇસ એસો.નાં આદેશથી આઇપીઓ લાવવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. એલઆઇસીની ઇ.સ.1956માં રુ.પાંચ કરોડની મૂડીથી શરૃઆત થઈ હતી, આજે 2021માં આશરે 34 લાખ કરોડ અસ્ક્યામત સાથે દેશની બીજા નંબરની નાણાકીય સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે. એલઆઇસીએ વીમા ઉદ્યોગના ખાનગીકરણ બાદ પણ પોતાની પ્રગતિ જાળવી રાખેલ છે.

વીસ કરતા વધુ ખાનગી જીવન વીમા કંપનીઓ હોવા છતાં માર્કેટ શેર 70 ટકા જાળવી રાખીને ખાનગી કંપનીઓને જબરદસ્ત ટક્કર આપી છે. દર વર્ષે સરકારને હજારો કરોડની રકમ ડિવિડન્ડ સ્વરૃપે આપે છે, એમ સુરત ડિવિઝન ઇન્સયોરન્સ એમ્પ્લોઇસ યુનિયનના પ્રમુખ જૈમીન દેસાઈએ જણાવ્યું છે. એલઆઇસીને ફંડની જરૃર નથી, દેશમાં નફો કરતી સંસ્થા છે, આમ, કોઈ પણ કારણસર આઇપીઓ લાવવાની જરૃર ન હોવા છતાં સરકારની માલિકીની આ સંસ્થાનો અમુક હિસ્સો સરકાર ઉદ્યોગપતિને સોંપવા માંગે છે, તેનો જોરદાર વિરોધ એલઆઇસીના કર્મચારી સંગઠનો દ્વારા સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યો છે.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)

IMG_20210724_154430.jpg

Advertisement
Right Click Disabled!