રાજકોટ ના પૂર્વ જીલ્લા રજીસ્ટ્રાર સામે આવક કરતા વધુ બેનામી મિલ્કત અંગે A.C.B ની તપાસ

રાજકોટ ના પૂર્વ જીલ્લા રજીસ્ટ્રાર સામે આવક કરતા વધુ બેનામી મિલ્કત અંગે A.C.B ની તપાસ
Spread the love

રાજકોટ શહેરના પૂર્વે જીલ્લા રજીસ્ટ્રાર વિરુદ્ધ ૧૫ દિવસ પૂર્વે આવક કરતા વધુ સંપતિ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. A.C.B ને મળેલી અરજી અંગે રાજકોટ શહેર A.C.B ના ઉચ્ચ અધિકારીઓની સુચનાથી તપાસ શરૂ કરવામાં આવી છે. આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત ધરાવવા બદલની પૂર્વ રજીસ્ટ્રાર સામેની અરજીમાં A.C.B ની ૧૫ દિવસથી ગુપ્ત રાહે તપાસ ચલાવવામાં આવી રહી છે. A.C.B એ કરેલી પ્રાથમિક તપાસ દરમિયાન ચોકાવનારી હકીકત બહાર આવી છે. પૂર્વ રજીસ્ટારે પોતાની બેનામી મિલ્કતો જેવી કે જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેંક લોકર, બેંક એકાઉન્ટ વગેરેમાં વસાવી છે. A.C.B ના અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જાહેર સેવક શખ્સ પોતાના હોદ્દાનો ગેરઉપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદે રીતે ધનવાન બનવા માટે વિવિધ પ્રકારે ભ્રષ્ટાચારથી નાણા મેળવી તે નાણાનો પોતાના તથા પોતાના સગા વહાલાના નામે ઉપયોગ કર્યો હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે હજુ પણ આગળની તપાસ ચાલું હોવાનું પોલીસે જણાવ્યું હતું. A.C.B ના અધિકારીએ વધુમાં જણાવ્યું કે બેનામી વ્યવહારો (પ્રતિબંધ) કાયદો, ૧૯૮૮ ની કલમ-૨ મુજબ બેનામી વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેમાં કોઇ મિલકત જેના નામે ખરીદવામાં આવી હોય પરંતુ તેના અવેજની ચુકવણી અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય. નામ વગરનો. આવા બેનામી વ્યવહારોમાં કોઇ મિલકત અન્ય કોઇ વ્યક્તિના નામે ખરીદવામાં આવે છે. તેવી વ્યક્તિ તે મિલકતની વાસ્તવિક માલિક હોતો નથી, પરંતુ માત્ર વાસ્તવિક માલિકનો પ્રતિનિધિ હોય છે. સરળ શબ્દોમાં કોઇ મિલકત ખરીદવા માટે જે વ્યક્તિ વાસ્તવમાં નાણાં ચૂકવતો હોય તે મિલકત તેના નામે ખરીદાતી નથી પરંતુ અન્ય કોઇ વ્યક્તિના નામે તે મિલકતની ખરીદી થતી હોય છે. આ કાયદા મુજબ આવી કોઇપણ આકસ્મિક પછી તે સ્થાવર હોય કે જંગમ વાસ્તવિક હોય કે અવાસ્તવિક તેને બેનામી મિલકત કહી શકાય. બેનામી વ્યવહારોને કાળાં નાણાંના પ્રવાહનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતા પહેલા કે લાયકાત વગર કરી આપી, તેનાં બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. આવા બેનામી વ્યવહારો ઉપર પ્રતિબંધ લાવવા માટે બેનામી વ્યવહારો (પ્રતિબંધ) કાયદો-૧૯૮૮ અમલમાં લાવવામાં આવેલ છે. આ કાયદાની કલમ-૩ મુજબ કોઇપણ વ્યક્તિ આવા કોઇપણ બેનામી વ્યવહારોમાં સામેલ હોય અને કોઈપણ વ્યક્તિ બેનામી લેવડ-દેવડ કે બેનામી વ્યવહારોમાં સંડોવણી સાબિત થતા તેવી વ્યક્તિને ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે જેટલી સજા થઇ શકે છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!