મૃતક રેલવે પોલીસ કર્મીના સ્વજનને રૂપિયા 50 હજારની રોકડ મરણોત્તર સહાય

મૃતક રેલવે પોલીસ કર્મીના સ્વજનને રૂપિયા 50 હજારની રોકડ મરણોત્તર સહાય
Spread the love
  • ડભોઇ રેલવે પોલીસ દ્વારા મૃત્યુ પામનાર પોલીસકર્મીના સગા પુત્રને મરણોત્તર તાત્કાલિક રૂ.૫૦,૦૦૦ રોકડ રૂપિયાની સહાય અર્પણ કરાઈ

ડભોઇ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર સતિષભાઈ ચૌધરી બ. નં-૮૩૭ જેવો પ્રેમાળ સ્વભાવ ધરાવતા અને પોતાના પોલીસ સ્ટાફ માં પણ મનમેળાપ કેળવી પોતાની ફરજ નૈતિકતા અને ઈમાનદારીથી નિભાવી પોતાના સ્ટાફ માં પ્રેમાળ ઘરોબો બનાવી પોતાની ફરજ રોજીંદા નિયતક્રમ મુજબ પૂરી નિષ્ઠાપૂર્વક બજાવતા હતા. પરંતુ આજરોજ તારીખ: ૨૩/૭/૨૦૨૧ ના રોજ અનાયાસે તેમનું દુઃખદ અવસાન થતાં ડભોઇ રેલવે પોલીસના પી.એસ.આઇ. જે.વી વ્યાસ,પો.કો.આકાશ કુમાર,પો.કો.સુજલભાઈ, પો.કો.હસમુખભાઈ.હે.કો.રાજેન્દ્ર ભાઈ ની પરિસ્થિતિમાં ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.વી.વ્યાસ ના હસ્તે મરણ પામનાર ના સગા પુત્ર અજયકુમાર અનિલભાઈ ચૌધરીને મરણોત્તર અંતિમવિધિ ની ક્રિયા માટે તાત્કાલિક સહાય પેટે રૂપિયા ૫૦ હજારની રોકડ સહાય આપી તેઓના સ્વજનો ને પોલીસ મહેકમાં દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. જ્યારે ડભોઇ રેલવે પોલીસ દ્વારા મરણ પામનાર પોલીસ કર્મીના પરિવારને આવા કોરોના ના કપરા કાળમાં અને આવી દુઃખની કપરીપરિસ્થિતિમાં તેમજ પોલીસ કર્મીઓનો પગાર ધોરણ પણ ઊંચું હોય આવી સ્થિતિ માં પહોંચી ન વળાય અને પરિવારને આર્થિક બોજો સહન ના કરવો પડે તેવા આશ્રય ધ્યાને લઇ આવા પરિવારોને તાત્કાલિક મરણોત્તર સહાય આપી એક સર્વશ્રેષ્ઠ.ઉમદા અને સરાહનીય કામગીરી બજાવાય છે.

રીપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

IMG-20210723-WA0042.jpg

Advertisement
Right Click Disabled!