રાજ્સ્થાન છાપરી પોલિસે કારમાંથી દારુ ઝડપ્યો

રાજ્સ્થાન છાપરી પોલિસે કારમાંથી દારુ ઝડપ્યો
Spread the love

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે હાલમાં કોરોનાનો કહેર ઓછો થતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને હરવા ફરવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ એક્ટિવ જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો રાજસ્થાન છાપરી પોલીસે આજે સેન્ટ્રો કાર માંથી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક ભાઈ ની ઘરપકડ કરી છે.

જી જે 1 કે એફ 3277 નંબર ની કાર પર રાજસ્થાન છાપરી પોલીસને શંકા જતાં તેમને કાર ઉભી રખાવી હતી અને ચેક કરતા તેમાંથી 10 બોટલ અને 48 મય વિદેશી દારૂ મળી આવ્યો હતો આબુરોડ રીકકો પોલીસ દ્વારા આ કાર ચાલક ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, અન્સારી અહેમદ જલીલ અહેમદ નામના કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવીછે. આબુરોડ રિકો પોલીસ સ્ટેશનના જગારામ અને દિનેશ કુમાર સહીતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા.

અમિત પટેલ (અંબાજી)

IMG-20210724-WA0036.jpg

Advertisement
Right Click Disabled!