વેદ ઈન્ટરનેશલ સ્કૂલ, સરગારણ ખાતે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેદ ઈન્ટરનેશલ સ્કૂલ, સરગારણ ખાતે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Spread the love

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૩૫૦ જેટલા વૃક્ષોનું આ નિમિત્તે વૃક્ષારોપણ કરેલ. આ ઉપરાંત ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે સરસ્વતી વંદના – તુલસી પૂજા થકી સુદંર રીતે ગુરૂપૂર્ણિમાનો તહેવાર પણ ઉજવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પ્રમુખ શ્રીમતી અમીબેન શાહ, સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર સહિત રોટરીયન પદાધિકારીઓ, સદસ્યો સહિત વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ – સરગાસણના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર. આર. પટેલ, ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીગણ, શાળા પરિવારના આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ સંપન્ન કરેલ.
રોટે. અમીબેન શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્‌બોધન કરીને સંસ્થાના દ્વારા શાળા પરિવારને મોમેન્ટો અર્પણ કરેલ અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સૌ રોટરીયદન સદસ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત સૌએ વૃક્ષો રોપીને અટકી નહીં જઈને વૃક્ષોનું જતન થાય અને વૃક્ષારોપણનું કાર્ય ખરા અર્થમાં અર્થપૂર્ણ બને તે માટે કટીબદ્ધ બનેલ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!