દિવ્યાંગ કપિલ ચૌહાણના હસ્તે સલેમપૂરા ગામમાં વિના મૂલ્યે માસ્ક વિતરણ કરાયા

દિવ્યાંગ કપિલ ચૌહાણના હસ્તે સલેમપૂરા ગામમાં વિના મૂલ્યે માસ્ક વિતરણ કરાયા
Spread the love

કલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણ ના હસ્તે વિના મૂલ્યે પાલનપુર તાલુકામાં આવેલ સલેમપૂરા ગામમાં માસ્ક વિના ફરતા વ્યક્તિઓને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરાયા હતા હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે આવી ઉતમ પ્રવુતિ કરવી ખૂબ જ જરૂરી છે આ સંપૂર્ણ કામગીરી નું માર્ગદર્શન માન.કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતા દલવાડા ગામના વતની કપિલકુમાર સેંધાભાઈ ચૌહાણ જેઓ બન્ને પગે 80% દિવ્યાંગ હોવા છતાં તારીખ ૨૪/૭/૨૦૨૧ ના રોજ વિતરણ કરાયા હતા આ કાર્યમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના મુકેશભાઈ દેસાઈ ,જિલ્લા ડિઝાસ્ટર ઓફિસર સંજયકુમાર ચૌહાણ, જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી, GSDMA ના હિતેશભાઈ બારોટ અને હિતેશભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ હોવા છતાં ઉતમ કામગીરી બદલ ગામલોકોએ પણ કપિલ ચૌહાણ નો ખૂબ જ સાથ સહકાર આપી આભાર વ્યક્ત કર્યો હતો

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!