નારણપુરા : ગુરુ પૂર્ણિમા ઉજવણી મહોત્સવ ઉજવાયો

નારણપુરા : ગુરુ પૂર્ણિમા ઉજવણી મહોત્સવ ઉજવાયો
Spread the love

ગુરુપુર્ણીમા પર્વની ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ જોધપુર હીલ, નરોડા, સંવેદના, સેટેલાઈટ તથા વાત્સલ્ય સિનિયર સીટીઝન હોમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વૃદ્ધાશ્રમના સહયોગથી વડીલોને સત્યનારાયણની કથાનું રસપાન કરાવ્યું, ગુરુપાદુકા પૂજન, ગાયત્રી મંત્ર લેખન નોટબુક, ગાયત્રી ચાલીસા ફોટોનું વિતરણ, માસ્ક~સેનેટરાઈઝર, વૃક્ષારોપણ, તથા સર્વ રોગ નિદાન કેમ્પ દવા સાથે કાર્યક્રમ યોજાયો હતો.

વૃધ્ધાશ્રમમાં રહેતા દરેક વૃધ્ધોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો, સૌને સદબુદ્ધિ, ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની તેમજ કોરોના નાબૂદીની પ્રાથર્ના કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ , તથા લાયન્સ ક્લબના પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રસિકભાઈ પટેલ, લાયન્સ ક્લબના સદસ્યો તથા ગાયત્રી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. વૃધ્ધાશ્રમમાં સેવા કરતી બહેનોને લાયન્સ કલબ દ્વારા નિ:શુલ્ક સાડીનું વિતરણ ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

IMG-20210724-WA0031-1.jpg IMG-20210724-WA0028-2.jpg IMG-20210724-WA0030-0.jpg

Advertisement
Right Click Disabled!