વિરમગામ માં ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચા ના હોદેદારો એ રાજીનામા ધર્યા

વિરમગામ માં ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચા ના હોદેદારો એ રાજીનામા ધર્યા
Spread the love

વિરમગામ શહેર ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચા હોદ્દેદારોની અવગણના અને જાતિ ભેદભાવ ને લઇ શહેરના હોદેદારો એ રાજીનામા ધર્યા

વિરમગામ શહેર ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચા ના વિવિઘ હોદેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત રજૂઆત સાથે રાજીનામા આપ્યા

વિરમગામ-તાલુકાના ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના મહામંત્રી હાર્દિક પટેલ નુ રાજીનામુ

હોદ્દા અને પાથમિક સભ્ય પદ પર રાજીનામુ આપુ છુ-હાર્દિક પટેલ

વિરમગામ ભાજપના સંગઠનથી અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોને જાહેરમાં વિરમગામ શહેર ભાજપના હોદ્દેદારો તરફથી સાઇડ લાઇન કરાતા આવતા હોવાના આરોપ સર એકજ દિવસે વિરમગામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા સંગઠનના તમામ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે . ઉલ્લેખનીય છેકે ચૂંટણીઓ પહેલાથી પક્ષ દ્વારા હોદ્દેદારોની નોંધ ન લઇ કોઇ કામકાજ ન થવા પર અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીને વિરમગામ શહેર અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોએ લેખિતમાં રાજીનામા આપ્યા છે . અમદાવાદ જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામીને લખેલા પત્રમાં જણાવાયું છે કે વિરમગામ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ દ્વારા અને મહામંત્રી દ્વારા અનુસૂચિત જાતિના હોદ્દેદારો કોઈ કામ લઈને જાય તો જાતિ ભેદભાવ રાખે છે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પહેલાંથી અનુસૂચિત જાતિના હોદ્દેદારોને કોઈપણ મિટિંગમાં બોલાવવામાં આવેલ નથી કે અનુસૂચિત જાતિના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરેલ કામ કરવામાં આવતા નથી . જેને લઇને વિરમગામ શહેર અનુસૂચિત જાતિ મોરચાના મુદ્દા પરથી રાજીનામું આપવામાં આવેલ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે હંમેશા પાર્ટીની સાથે કામ કરતા રહીશું જે બાબત જણાવી છે

વિરમગામ શહેર ભાજપ અનુસૂચિત જાતી મોરચા ના પ્રમુખ અનુસૂચિત જાતી મોરચા જિલ્લા કારોબારી સભ્ય સહિતના હોદ્દેદારો ની સહી સાથે રાજીનામાં નો પત્ર અમદાવાદ જિલ્લાભાજપપ્રમુખને પહોચાડ્યો છે.. ઉલ્લેખનીય છે કે , ચૂંટણીઓ પહેલાથી પક્ષ દ્વારા હોદ્દેદારોની નોંધ ન લઇ કોઇ કામકાજ કરવામાં આવતું ન હતું . ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા અનુ.જાતિના હોદ્દેદારોને જાતિ પ્રત્યે ભેદભાવ રખાતાં નારાજગી ફેલાઇ હતી .ત્યારે વઘુમા ભાજપના જુના કાર્યકરોને ભાજપ માથી સાઇડ લાઇન કરી નવા હોદ્દેદારોને સ્થાન અપાતા પણ વિરમગામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ સંગઠન ભાજપના નારાજ છે.

ઉલ્લેખનીય છે તાજેતરમાજ વિરમગામ તાલુકા ભાજપ યુવા મોર્ચના મહામંત્રી હાર્દિક પટેલ એ પણ ભાજપ ને કાયમ માટે બાય બાય કહી દીઘુ છે.

રિપોર્ટ :પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

Advertisement
Right Click Disabled!