રાજકોટ ને હરીયાળુ બનાવવા ૮ લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે.

રાજકોટ ને હરીયાળુ બનાવવા ૮ લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે.
Spread the love

રાજકોટ ના સંકલ્પને મૂર્તિમંત કરવા રાજકોટવાસીઓમાં વૃક્ષ ઉછેર પ્રત્યે હકરાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રોપાઓનો ઉછેર તેમજ વિતરણ હાથ ધરવામાં આવે છે. નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ રાધેક્રિશ્નનએ માહિતી આપતા કહ્યું હતું કે, ૭૨ માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જીલ્લાની આશરે ૬૫ નર્સરીમાં ૨૪ લાખ ૧૯ હજાર જેટલા રોપા ઉછેર કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૫% થી વધુ એટલે કે ૮,૫૭,૫૭૮ રોપાનું વેચાણ તેમજ વિતરણ સાથે વૃક્ષારોપણ કામગીરી વેગવંતી બની છે. તા.૧૫ જુલાઈ સુધીમાં રાજકોટ જીલ્લામાં વિવિધ રેન્જ હેઠળ રાજકોટ ઉત્તરમાં ૧,૯૫,૪૩૫ રાજકોટ દક્ષિણમાં ૧,૦૨,૯૭૭ પડધરીમાં ૧,૦૫,૭૨૪ જામકંડોરણામાં ૭૯,૧૩૯ વિંછીયામાં ૧,૧૪,૪૩૩ કોટડાસાંગાણીમાં ૪૧,૬૭૯ જેતુપરમાં ૩૦,૯૦૩ ધોરાજીમાં ૯૭,૩૭૮ તેમજ ઉપલેટા રેન્જ ખાતે ૮૯,૯૧૦ રોપાઓનું વેચાણ થયું છે. આયુર્વેદિક રોપામાં ખાસ કરીને તુલસીના ૧,૮૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. જે પૈકી ૨૩,૩૮૪ રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Advertisement
Right Click Disabled!