રાજકોટ માં મહાનગરપાલિકાએ ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં C.C.T.V કેમેરા ઇન્સ્ટોલ કરવા કમિશનરશ્રીને પત્ર પાઠવી રજૂઆત

રાજકોટ માં મહાનગરપાલિકાએ ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં C.C.T.V કેમેરા ઇન્સ્ટોલ કરવા કમિશનરશ્રીને પત્ર પાઠવી રજૂઆત
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાએ ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં C.C.T.V કેમેરા ઇન્સ્ટોલ કરવા કમિશનરશ્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા માર્કેટ સમિતિના ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવ.

રાજકોટ માં મહાનગરપાલિકાના માર્કેટ સમિતિના ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાને એક પત્ર પાઠવી, શહેરમાં હાલમાં કાર્યરત્ત ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં જાહેર હિતમાં C.C.T.V કેમેરા ઇન્સ્ટોલ કરવા રજૂઆત કરી હતી. ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવે આ પત્રમાં એમ જણાવ્યું હતું કે, આ ૯૯ હોકર્સ ઝોન અને ૧૪ માર્કેટમાં અનેક નાના ધંધાર્થીઓ શાકભાજી, ફળફળાદી, ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. જુદા જુદા વિસ્તારના હજારો લોકો દરરોજ આ તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં ખરીદી માટે જતા હોય છે. હોકર્સ ઝોન અને માર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની આવન જાવન રહેતી હોય ત્યારે એ સ્થળોએ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે, તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા C.C.T.V કેમેરા ફીટ કરાવી, તેના મારફત મોનીટરીંગ કરાવવામાં આવે તે જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક જણાય છે. હોકર્સ ઝોન અને માર્કેટ એવા સ્થળો છે. જ્યાં વેપારીઓ અને ગ્રાહકોની સતત આવજા રહે છે. તેઓની સુરક્ષા સલામતી માટે C.C.T.V કેમેરા મહત્વની ભૂમિકા નિભાવી શકે એમ છે. C.C.T.V કેમેરાની મદદથી સ્વચ્છતા સંબંધી મોનીટરીંગ પણ રાજકોટ મહાનગરપાલિકા આસાનીથી કરી શકશે. ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ, શહેરમાં આવેલા તમામ હોકર્સ ઝોન અને માર્કેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા C.C.T.V કેમેરા ફીટ કરાવવા જરૂરી કાર્યવાહી કરાવવા માર્કેટ સમિતિનાં ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવે મ્યુનિ. કમિશનરશ્રીને વિનંતી કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!