હળવદના શિરોઈ ગામે બે ભાઈઓ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કર્યું
- મામા ફુઈ ના ભાઈના ઝેરી દવા પી લેતા મોતના સમાચારથી હળવદ તાલુકામાં ઠાકોર સમાજ મા શોકની લાગણી છવાઈ
હળવદ તાલુકાના શીરોઈ ગામની ખાણ વિસ્તારમાં શુક્રવારે રાત્રે હળવદ અને શિરોઈ ગામના મામા ફુઈના બે ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઠંડાપીણાની બોટલમાં ઝેરીદવા મિલાવીને દવા પી લેતાં બંનેઐ મોતને વહાલું કર્યું હતું. બનાવની જાણ ગામના સરપંચએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડીને અને લાશનો કબજો લઇને પીએમ માટે મોકલી આપી એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી. બનાવના પગલે હળવદ તાલુકાનાં ઠાકોર સમાજ મા શોકની લાગણી છવાઈ હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિરોઈ ગામની ખાણ વિસ્તારમાં હળવદના ખારી વાડી વિસ્તારમાં રહેતા 24વર્ષના હિતેશ પ્રેમજીભાઈ બાબરીયા અને તેનો મામાનો છોકરો મુળગામ સુરવદર હાલ શિરોઈ ગામ રહેતો લલિત ઉર્ફે એ લાલો ઓપાટડીયા બંને મામા ફુઈ ના ભાઈ થાય છે ત્યારે શુક્રવારે રાત્રિના સમયે શીરોઈ ગામની ખાણ વિસ્તારમાં ઠંડાપીણાની બોટલમાં જંતુનાશક ની દવા ભેળવી ને બંને યુવાનો ઓ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું.
બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે આજુબાજુના ગામ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા ગામના સરપંચ હતા ગામના સરપંચ પોલીસને જાણ કરતા ઇન્ચાર્જબીટ જમાદાર વિક્રમભાઈ શિહોરા. હરપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી પ્રાથમિક પૂછપરછ કરતા બંને શખ્શોઓ ઝેરી દવા પીને કોઈ કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલુ કર્યુ હતું ત્યારે બંને મૂતકની લાશને પોલીસે કબજે લઇને હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપેલ ફરજ પરના ડોક્ટરે એ પી એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી આમ ઠાકોર સમાજ ના બે યુવાનો નુ મોત થતાં હળવદ ઠાકોર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
રિપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)