આલીદર ગામની માધ્યમિક શાળામાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા

આલીદર ગામની માધ્યમિક શાળામાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા
Spread the love

સમગ્ર ભારતમાં ગુરૂ પૂર્ણિમાનો પર્વ ધામધુમથી ઉજવવામાં આવે છે ત્યારે આલીદર ગામની માધ્યમિક શાળામાં પણ ગુરૂ વંદના કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. તે અંતર્ગત કોડીનાર તાલુકાના યુવા ભાજપ કાર્યકરો દ્વારા શાળાનાં આચાર્ય શ્રી એન. બી. મોરી સાહેબ, શ્રી કાળુસિંહ ડોડિયા સાહેબ, શ્રી એચ. બી. ડોડિયા સાહેબ, શ્રીમતિ જે. પી. ગોહિલ, શ્રી જી. એલ. ઝણકાટ સાહેબ, શ્રી આર. પી. વૈંશ અને સિનિયર ક્લાર્ક શ્રી એન. યુ. બારડ સાહેબને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને Ph.D. ની પદવી ધરાવતા ડૉ. દિલીપભાઇ મકવાણા અને ડૉ. અશોકભાઇ પાંડાવદરાને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક શ્રીમાન કાળુસિંહ ડોડિયા સાહેબ દ્વારા ગુરુનો મહિમા વર્ણવતુ પ્રવચન આપ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી કૃષ્ણસિંહ વૈંશ સાહેબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Advertisement
Right Click Disabled!