જેસીઆઈ મિલ્કસીટી આણંદ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ

જેસીઆઈ મિલ્કસીટી આણંદ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ
Spread the love

જેસીઆઈ મિલ્કસીટી આણંદ દ્વારા નગરપાલિકાની શાળા નંબર ૬/૨૨માં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત દરેક દીકરી આનંદ અને ઉલ્લાસ સાથે શિક્ષા પ્રાપ્ત કરે તે હેતુસર અત્યંત જરુરિયાત ધરાવતી વિદ્યાર્થીઓને સહાયરૂપ થાય તેવી ૫૦ એજ્યુકેશનલ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની સફળતા માટે જેસી મુકેશ તેજવાની દ્વારા પ્રોજેક્ટ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કીટ વિતરણ દરમિયાન સંસ્થાના પ્રમુખ જેસી કંદર્પ ત્રિવેદી, સેક્રેટરી જેસી સૂચિતસિંહ વાઘેલા, જેસી મેહુલ જેઠવા, જેસી જીગ્નેશ મિસ્ત્રી, જેસી ધવલ ઉપાધ્યાય, જેસી સુમિત પંચાલ, જેસી અમિત કાછિયા, જેસી ધર્મેન્દ્ર પટેલ, જેસી કમલ ગોહેલ, જેસીરેટ ડૉ. શીતલ ઉપાધ્યાય, જેસીરેટ મૈત્રી વાઘેલા, પાસ્ટ ચેરપર્શન જેસીરેટ સોનલ દરજી તથા જુનિયર જેસિવિંગ્ન સભ્યો હાજર રહીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા સરાહનીય પ્રોજેક્ટ માટે જેસીઆઈ મિલ્કસીટી આણંદના સૌ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Right Click Disabled!