કડી નગરપાલિકાના 25 સફાઈ કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા

કડી નગરપાલિકાના 25 સફાઈ કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા
Spread the love

કડી પાલિકાના 25 સફાઈ કામદારોને મહેસાણામા રોજગાર દિનની ઉજવણી પ્રસંગે નિમણુંક પત્ર એનાયત કરાયા…
રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે મહેસાણા ખાતે રોજગાર દિવસની ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે કડી પાલિકાના 25 સફાઈ કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા.
કડી પાલિકાએ શહેરમા સફાઈ અભિયાનને વેગ આપવા માનવબળ વધારવા નિર્ણય કર્યો હતો.જેને પગલે કડી પાલિકાની પસંદગી સમિતીના અધ્યક્ષ દિપાલીબેન કે.પટેલ તથા પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 25 સફાઈ કામદારોની ભરતી કરવાનો નિર્ણય કરાયો હતો.પાલિકાના ભરતી નિર્ણયને પ્રાદેશિક કમિશ્નર ડી.કે.પારેખ(આઈ.એ.એસ) તથા અધિક કલેક્ટર એમ.એસ.ગઢવી પ્રાદેશિક કમિશ્નરની કચેરી ગાંધીનગર ઝોન દ્વારા તાજેતરમા બહાલી આપવામા આવી હતી.જે અંતર્ગત કડી પાલિકાએ શુક્રવારે મહેસાણા ખાતે યોજાયેલ રોજગાર દિવસની ઉજવણી પ્રસંગે કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના હસ્તે તમામ 25 સફાઈ કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા.

IMG-20210807-WA0030.jpg

Advertisement
Right Click Disabled!