ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં, તાપમાન 5 ડિગ્રી વધ્યું

ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં, તાપમાન 5 ડિગ્રી વધ્યું
Spread the love

ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં, તાપમાન 5 ડિગ્રી વધ્યું

અરવલ્લી : રાજયમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, હાલમાં રાજયમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તો બીજી બાજુ વરસાદ ખેંચાવવાના કારણે મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધી જતા ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે. વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા.18 થી 24 સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, સુરતમાં હળવો વરસાદ થયો છે.

અમદાવાદમાં વરસાદ ખેંચાઇ ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી રહી છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઉંચા જીવે કર્યું છે.ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે.

રિપોર્ટ : યોગેશ પટેલ ,અરવલ્લી

Screenshot_20210809_173116.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!