સર્વ જીવો માટે કલ્યાણકારી ૐ નમઃ શિવાય સિદ્ધ મંત્ર

સર્વ જીવો માટે કલ્યાણકારી ૐ નમઃ શિવાય સિદ્ધ મંત્ર
Spread the love

હજારો વર્ષથી શૈવ ધર્મમાં રુદ્ર સ્ત્રોત માં યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં, અષ્ટાધ્યાયી રુદ્રીમાં-શિવ પુરાણમાં તેમજ અન્યત્ર આ ૐ નમઃ શિવાય મંત્ર જોવા મળે છે. તમામ મંત્રોમાં આ મંત્રને પ્રથમ સ્થાન મળેલું છે -કારણકે આ જગત, વિશ્વ, બ્રહ્માંડમાં સનાતન અસ્તિત્વ જેનો પ્રારંભ કે અંત નથી જે બધું જ સ્વીકારે સ્વીકારે છે અને જેના -પ્રણવ મંત્રના ગુંજનથી અનંત સ્પંદનો ઉર્જા જગાડે છે તેવા મહાદેવ, શિવ, ભોલેનાથ શ્રાવણમાં સર્વત્ર ઘંટનાદ, શંખનાદ, જળાભિષેક, દુગ્ધ અભિષેક, ધૂપ, બિલીપત્ર-પુષ્પાંજલિ અને મંત્રોચ્ચાર થી એક મહિના સુધી શિવાલયોમાં ગાજશે. માત્ર જળથી અને સાચી ભક્તિથી રીઝી જનારા આ એક જ દેવ છે. એક વખત માતા પાર્વતી મહાદેવ – ભોલેનાથને પૂછે છે; “કળિયુગમાં તમામ પાપો દૂર કરવા કયો મંત્ર કરવો જોઈએ.

“પ્રતિઉત્તરમાં ભગવાન શિવે કહ્યું- કે ,’હોલોકોસ્ટ ‘દરમિયાન બ્રહ્માંડમાં બધું સમાપ્ત થયું, ત્યારે મારી પરવાનગીથી તમામ વેદ અને શાસ્ત્રો પંચાક્ષરમાં ભળી ગયા હતા. સૌથી પહેલા આ મંત્ર બ્રહ્માજીને તેમના પાંચ મુખ સાથે આપ્યું હતો. ‘શિવ પુરાણાનુસાર આ મંત્રના ઋષિ વામદેવચ્ચે, શિવ પોતે તેના દેવતા છે. આ ખૂબ જ અસરકારક સિદ્ધ પ્રણવ મંત્ર તરીકે સૌએ સ્વીકારેલ છે. પુરાણોમાં આ મંત્રની મહત્તા દર્શાવી છે તે મંત્ર સાથેનો – ૐ નમઃ શિવાય મંત્ર સંપૂર્ણ અને સંક્ષિપ્ત ભાસ્ય સમાન છે સાત કરોડ મંત્રોમાં અનેક અનેક ઉપમંત્રો માં આ મંત્ર શિવ જ્ઞાન છે ; 100 કરોડ વર્ષ પણ આ મંત્રની શક્તિને સમજાવવા ઓછાં પડે એમ કહેવાયું છે. ”વેદ” અને ”શિવ માર્ગી” બંને જાતના ભક્તો માટે શ્રદ્ધા, આરાધના, અનુષ્ઠાનથી કરેલ મંત્ર -જાપ સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ દ્વારા આ મંત્રને સ્વયં શિવ આજ્ઞાથી સિદ્ધ થયેલો અને શિવ સ્વરૂપ મોક્ષદાયી માનવામાં આવે છે. તમામ પ્રકારની સફળતા -સિદ્ધિ પ્રદાન કરનાર આ મંત્ર મન પ્રસન્નતા સહિત ચેતો વિસ્તાર કરે છે, શરીરમાં ઉર્જા શક્તિ સાથે મંગલ કલ્યાણકારી, દુઃખ વિનાશક તેમજ ઈચ્છાપૂર્તિ કરનાર છે. આ મંત્રના નિયમિત કે અનુકૂળતા મુજબ જે સાધક જપ કરે છે. દરેક સાધક કે આત્મા -પરમાત્માથી મિલન માટે મદદરૂપ થતો આ મંત્ર શુદ્ધ ભાવે કરવાથી તે ફળીભૂત થાય માટે માનવે પોતાના શરીરમાં રહેલી ઘૃણા, તૃષ્ણા, સ્વાર્થ, લોભ, ઈર્ષ્યા, ક્રોધ, મોહ, અભિમાન (મદ) અને માયાનો ત્યાગ કરી કઠોર તપ સાથે પ્રેમ,આનંદથી પરિપૂર્ણ થઈને મૂળ પ્રકૃતિ જ પરમાત્માનું સાન્નિધ્ય પામવાનું છે.

ૐ નમઃ શિવાય એટલે ૐ નો અર્થ ‘અ’+’ઉ’+ ‘મ’=આત્મા +પરમાત્મા +પ્રકૃતિ થાય છે. નમઃ એટલે મન અર્થાત ઇચ્છાઓથી દૂર એટલે કે પરમાત્માની નિકટ ;/ શિવાય નો અર્થ છે – શિવતત્વ – એટલે કે પ્રેમ; પરમાત્માની નજીક/ બીજી રીતે કહેવું હોય તો મારો આત્મા જડ પ્રકૃતિથી દૂર અને પ્રેમ અને આનંદથી પરિપૂર્ણ મૂળ પ્રકૃતિથી -એટલે કે પરમાત્માની નજીક આવી જાવ. – ૐ નો વ્યાપક અર્થ છે – ૐ એકાક્ષરી મંત્ર 3 ગુણોથી અતીત સર્વજ્ઞ, સર્વકર્તા, સર્વ વ્યાપી પ્રભુ શિવ જ પ્રતિષ્ઠિત છે. ૐ બ્રહ્મ રૂપ છે, પ્રકૃતિ જડ છે અને જીવાત્મા અજ્ઞાની છે. જીવાત્માને પ્રકાશને બંધનથી મોક્ષ આપનાર શિવ છે ૐ ધ્વનિ ભીતરમાં શાંતિનો અનુભવ કરાવે છે

પ્રકૃતિના પાંચ તત્વોનું -પૃથ્વી, ધ્વનિ ,પાણી, અગ્નિ ,પાણી હવા અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે અને શરીરના પાંચ મુખ્ય કેન્દ્ર – પંચાક્ષરમાં પ્રતીક રૂપે છે . ઈશ્વરની ગુપ્ત રાખવાની શક્તિ, દુનિયા, શિવ, ખુલાસો કરવાની અનુગ્રહ શક્તિ અને આત્મા-પંચ બોધ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે – પાંચ કેન્દ્રોને જાગૃત કરવાનું, શુદ્ધિકરણ કરવાનું તંત્ર (સિસ્ટમ ) એટલે – ૐ નમઃ શિવાય. આ મંત્ર અર્થ વાદ નહીં પણ વિધિ વાક્ય છે. મુખ દ્વારા ઉચ્ચારણ અથવા માળાથી જપ એમ બે રીતે ઉચ્ચારણ સાથે કે મૌન રહી મનમાં ઈશ્વર સ્મરણ કોઈપણ એક રીતે જાપ કરી શકાય – આ મંત્રના જપ કરતાં પહેલાં વિશેષ સાવધાની રાખવાનો ઈશારો શિવ પુરાણમાં દર્શાવ્યો છે. શુદ્ધ માનસિક તૈયારી પ્રથમ અનિવાર્યતા છે ; મંત્ર સંગીત ધ્વનિમાં કાને પડે શ્રવણ થઈ જાય તો પણ ફળ આપે છે.

Jitendra Padh (America)

Admin

Admin

9909969099
Right Click Disabled!