શિવ સ્વરૂપ રૂદ્રાક્ષના આ પાંચ રૂપ તમને ખબર છે? જાણી લો દરેક વિશે એટલે સમજો બેડો પાર

શિવ સ્વરૂપ રૂદ્રાક્ષના આ પાંચ રૂપ તમને ખબર છે? જાણી લો દરેક વિશે એટલે સમજો બેડો પાર
Spread the love

પહેલો શબ્દ રૂદ્ર જેનો અર્થ ભગવાન શિવ અને બીજો શબ્દ અક્ષ જેનો અર્થ આંસુ થાય છે. કહેવાય છે કે રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે. શિવની આંખોથી ઉત્પન થયેલી આ મોતી બુંદોએ સમગ્ર પ્રકૃતિને અલૌકિક શક્તિ આપી છે. માનવ ચેતનાને જાગૃત કરવામાં મદદરૂપ બની. રુંદ્રાક્ષના વૃક્ષો દક્ષિણ એશિયાના જાવા, મલેશિયા, તાઈવાન, નેપાળ અને ભારતમાં જોવા મળે છે. ભારતમાં રૂદ્રાક્ષ આસામ, અરૂણાચલ અને દહેરાદુનમાં જોવા મળે છે. રૂદ્રાક્ષના ફળોમાંથી બીજને પાણીમાં પલાળીને સાફ કરાય છે.

રૂદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા એવી છે કે સતીના મૃત્યુ બાદ શિવને દુખ થયુ એને એમના આંસુઓ જ્યા પડ્યા ત્યા રૂદ્ધાની ઉત્પતિ થઈ. મોટાભાગના શિવ મંદિરોમાં પંચમુખી રૂદ્રાક્ષ જોવા મળે છે. જો કે શાસ્ત્રોમાં એકથી ચૌદ મુખી રૂદ્રાક્ષનું વર્ણન આવે છે. રૂદ્રાક્ષના મુખની ઓળખ તેને વચ્ચેથી કાપીને કરાય છે. રૂદ્રાક્ષના મુખ મુજબ તેનુ ફળ મળે છે.

  • એક મુખી રુદ્રાક્ષને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. તે સૂર્યના શુભ ફળ મેળવવા અને અશુભ ફળથી છૂટકારો મેળવવા માટે પહેરવામાં આવે છે.તેને શિવ સ્વરૂપ કહેવાય છે.
  • દ્વિમુખી રુદ્રાક્ષ એ દેવી પાર્વતી અને દેવતા શંકર એટલે કે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. તેને પહેરવાથી મુક્તિ અને સમૃદ્ધિ મળે છે.
  • ત્રીમુખી બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાના શક્તિશાળી સ્વરૂપો તેમજ પૃથ્વી, આકાશ ક્ષેત્રથી સંબંધિત છે. તે બુદ્ધિ વિકાસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ તેમજ લોહીના વિકારથી છૂટકારો મેળવવા માટે પહેરાય છે.
  • ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ચાર વેદનું પ્રતીક છે તમામ જાતકો આસાનીથી ધારણ કરી શકે.
  • પંચમુખી રુદ્રાક્ષ એ કાલાગ્નિ રુદ્રનું સ્વરૂપ છે. તે પંચ બ્રહ્માનું સ્વરૂપ અને પાંચ તત્વોનું પ્રતીક પણ છે. તે દુખ નિવારણ, આરોગ્યને પ્રોત્સાહન આપનાર, જીવન-વધારનાર, સર્વ લાભકારી, અને પુણ્ય આપનાર છે. તે પગ અને લિવરના રોગથી મુક્તિ આપે છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20210813_065308.jpg

Yogesh Patel

Yogesh Patel

Right Click Disabled!