‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ના વિરોધમાં 13 દેશોમાંથી, 23 રાજ્યોમાંથી, 400 ગામોમાંથી હિંદુઓનું વિશ્વવ્યાપી આંદોલન

‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ના વિરોધમાં 13 દેશોમાંથી, 23 રાજ્યોમાંથી,  400 ગામોમાંથી હિંદુઓનું વિશ્વવ્યાપી આંદોલન
Spread the love
  • 250 સ્થાનો પરથી સરકારને નિવેદનો !

‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ આ હિંદુ વિરોધી કાર્યક્રમનું આયોજન વૈશ્વિક સ્તર પર કરવામાં આવ્યું છે. આના વિરોધમાં સંપૂર્ણ વિશ્વમાંથી પ્રતિક્રિયાઓ ઉમટી રહી છે અને હિંદુઓમાં મોટા પ્રમાણમાં અસંતોષ ફેલાયો છે. આ કાર્યક્રમ માટે ભારતમાંથી કમ્યુનિસ્ટ અને સામ્યવાદી વિચારના કટ્ટર પુરસ્કર્તાઓ કવિતા કૃષ્ણન, આનંદ પટવર્ધન, નલિની સુંદર, નેહા દીક્ષિત, મીના કંદાસામી ઇત્યાદિ વક્તાઓ સંબોધિત કરવાના હોવાનું, તેમજ સમગ્ર વિશ્વમાંથી 40 કરતાં વધુ વિદ્યાપીઠો પણ સહભાગી હોવાનો દાવો આયોજકોએ કર્યો હતો; પણ જગત્ના તમામ હિંદુઓએ કરેલા જોરદાર વિરોધને કારણે તેમાંના અનેક વિદ્યાપીઠોએ ‘અમારો આ કાર્યક્રમ સાથે કાંઈ સંબંધ નથી’, એવું ઘોષિત કરીને આ કાર્યક્રમમાંથી પાછી પાની કરી લીધી છે.

વૈશ્વિક સ્તર પર હિંદુદ્વેષ ફેલાવવાનું આ મોટું ષડ્યંત્ર જોતાં, આ કાર્યક્રમ માટે ભારત સરકારે વિરોધ કરવો, તેમજ કાર્યક્રમમાં સહભાગી થયેલા ભારતીય વક્તાઓ પર કાર્યવાહી કરવી, આ માગણી માટે સમગ્ર જગત્ના હિંદુઓએ આંદોલન કર્યું. આ વિશ્વવ્યાપી આંદોલનમાં 13 દેશોમાંના, 23 રાજ્યોમાંના અને 400 ગામડાના હિંદુઓ સહભાગી થયા. તેમજ આ આંદોલનના એક ભાગ તરીકે 44 ઠેકાણે પ્રત્યક્ષ, જ્યારે 206 ઠેકાણેથી કેંદ્રિય ગૃહમંત્રી શ્રી. અમિત શાહ અને પરરાષ્ટ્ર મંત્રી શ્રી. જયશંકરને ‘ઑનલાઈન’ નિવેદનો મોકલવામાં આવ્યા. તેમાં હિંદુ જનજાગૃતિ સમિતિ સહિત દેશના 32 થી વધુ હિંદુત્વનિષ્ઠ સંગઠનો અને હિંદુ ધર્માભિમાનીઓનો સદર આંદોલનમાં સહભાગ હતો.

  • ‘હિંદુ વિરોધી પ્રચારનું વૈશ્વિક ષડ્યંત્ર’ આ વિષય પર ‘ઑનલાઈન’ વિશેષ સંવાદ !

હિંદુ જનજાગૃતિ સમિતિએ આ કાર્યક્રમ દ્વારા થઈ રહેલું ષડ્યંત્ર ઉજાગર કરવા માટે ‘હિંદુ વિરોધી પ્રચારનું વૈશ્વિક ષડ્યંત્ર’ આ વિષય પર ‘ઑનલાઈન’ વિશેષ સંવાદ આયોજિત કર્યો હતો. તેમાં ઇંગ્લેંડ ખાતેના હિંદુ તત્ત્વજ્જ્ઞ અને ભારતીય સંસ્કૃતિના અધ્યાપક પંડિત સતીશ શર્માએ કહ્યું કે, પહેલાં જે ખ્રિસ્તી અને કમ્યુનિસ્ટોએ સમગ્ર જગત્માં મોટા પ્રમાણમાં નરસંહાર કર્યો, તેમને હવે બીક લાગવા માંડી છે કે, આપણો સાચો ઇતિહાસ ઉજાગર થઈ રહ્યો છે. યુરોપ અને અમેરિકાના લોકો હવે યોગ, આયુર્વેદનું આચરણ કરી રહ્યા છે અને તેઓ હિંદુ સંસ્કૃતિ ભણી આકર્ષિત થઈ રહ્યા છે. તેથી જ ‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ આ હિંદુ વિરોધી પરિષદ દ્વારા હિંદુ ધર્મને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. તે માટે જ અમેરિકાના 9/11 આ દુ:ખ અને આતંકવાદનો વિરોધ રહેલો દિવસ તેમણે પરિષદ માટે જાણીજોઈને ચૂંટ્યો છે. આ સમયગાળામાં હિંદુ વિરોધી પરિષદ લઈને તેમને આતંકવાદ અને હિંદુ ધર્મનું સંધાન કરીને સમગ્ર જગત્માં હિંદુદ્વેષ ફેલાવવો છે. આ તે લોકોનો અનેક વર્ષોનો ધંધો છે. હિંદુઓએ સંગઠિત થઈને વિરોધ કરવાથી તેઓ સફળ થશે નહીં અને તે લોકોનો અનેક વર્ષોથી ચાલતો ધંધો બંધ પડશે.

પ્રસિદ્ધ લેખિકા અને ‘માનુષી’ માસિકના સંસ્થાપક-સંપાદક પ્રા. મધુ પૂર્ણિમા કિશ્વરે આ સમયે કહ્યું કે, ભારતની ઉચ્ચતમ પુરાતન જ્ઞાનપરંપરા અને તેની તુલનામાં આપણે પછાત છીએ, એવી પશ્ચિમીઓની પહેલેથી જ લઘુતાગ્રંથિ હતી. તેથી તેમના દ્વારા હિંદુઓના વિરોધમાં ઘૃણા ફેલાવવામાં આવી રહી છે. એકને ‘ગજવા-એ-હિંદ’, જ્યારે બીજાને ‘રોમ રાજ્ય’ લાવવું છે, આ વાત હવે છૂપી રહી નથી. હિંદુ ધર્મને બદનામ કરવાના પ્રયત્નનો વિરોધ કરવો જોઈએ. સિડની (ઑસ્ટ્રેલિયા) ખાતેના વિચારવંત ડૉ. યદુ સિંગે કહ્યું કે, હિંદુ, હિંદુ ધર્મ અને હિંદુત્વ આ કાંઈ જુદા નથી જ્યારે એકજ છે; પણ તેમનું વિભાજન કરીને હિંદુ વિરોધકો હિંદુત્વના નામ હેઠળ સંપૂર્ણ હિંદુ ધર્મને લક્ષ્ય કરી રહ્યા છે. અમેરિકામાંની પરિષદના આયોજકો હિંદુ ધર્મ દ્વેષી છે અને અમેરિકા અને કૅનડા ખાતેની વિદ્યાપીઠો તેમને પૈસો પૂરો પાડી રહી છે. હિંદુઓએ હવે મક્કમ થઈને સંગઠિત રીતે તેમનો વૈચારિક સ્તર પર વિરોધ કરવો જોઈએ.

હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્દગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેએ આ સમયે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર હવે હિંદુઓએ સંગઠિત થવું જોઈએ, તેમજ ભારત સરકારે પણ પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને હિંદુવિરોધી કાર્યક્રમ રહિત થવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સમયે સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસે કહ્યું કે, વૈશ્વિક શક્તિઓ જાણે છે કે આચરણ અને તત્ત્વજ્ઞાનના આધાર પર ‘હિંદુત્વ’ને તેઓ કદીપણ પરાજિત કરી શકશે નહીં. તેથી હિંદુત્વને આતંકવાદી, જાતિયવાદી, લૈંગિક અત્યાચારી ઇત્યાદિે બતાવીને કલંકિત કરવાની જે કાંઈ ખોટી યોજના બનાવી છે, તે એટલે અમેરિકામાં થનારી હિંદુવિરોધી પરિષદ છે !

  • ‘ટ્વીટર’ પર પણ ‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ આ કાર્યક્રમનો જોરદાર વિરોધ !

આ ‘વિશેષ સંવાદ’ પહેલાં ‘ડિસ્મેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ’ આ હિંદુ વિરોધી કાર્યક્રમને ‘ટ્વીટર ટ્રેંડ’ પર પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હોવાનું દેખાઈ આવ્યું. આ સમયે અમેરિકા, ઇંગ્લેંડ, જર્મની, નેધરલેંડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા, કતાર, ઇંડોનેશિયા, મલેશિયા, જાપાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ ઇત્યાદિ દેશોના હિંદુઓ ઉત્સ્ફૂર્ત રીતે સહભાગી થયા. આ સમયે #DGH_Panelists_Hindu_Haters આ ‘હૅશટૅગ’નો ઉપયોગ કરીને 81 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી. પરિણામે ‘ટ્વીટર’ પર આ હૅશટૅગ પ્રથમ સ્થાન પર હતો. આ હિંદુવિરોધી કાર્યક્રમનો વિરોધ કરવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિએ Hindujagruti.org આ સંકેતસ્થળ પર ‘ઑનલાઈન પિટીશન’ મૂકી છે, આના દ્વારા 2750 થી વધુ લોકો ઇ-મેલના માધ્યમ દ્વારા સહભાગી બન્યા. આ પિટીશન http://HinduJagruti.org/protest-dgh આ લિંક પર ઉપલબ્ધ છે અને વધારેમાં વધારે હિંદુઓએ તેમાં સહભાગી થવું, એવું આવાહન પણ સમિતિએ કર્યું છે.

સંતોષ આળશી
હિંદુ જનજાગૃતિ સમિતિ
ગુજરાત

Advertisement
Right Click Disabled!