એમેઝોન રીટેલે ખેડૂતોને સશક્ત કરવા કૃષિ સંબંધિત સેવાઓ શરૂ કરી

એમેઝોન રીટેલે ખેડૂતોને સશક્ત કરવા કૃષિ સંબંધિત સેવાઓ શરૂ કરી
Spread the love
  • રીએક્ટિવ અને પ્રોએક્ટિવ ક્રોપની ખેડૂતો માટે મોબાઈલ એપ થકી ગમે ત્યારે, ગમે ત્યાં પાક સંબંધિત પ્રશ્નો અને તેના નિરાકરણ લાવવાની યોજના
  • ફળો અને શાકભાજીની તાજી પેદાશોમાં ખામી શોધવા માટે મશિન લર્નિંગ આધારીત અલ્ગોરિધમનો ઉપયોગ
  • મજબૂત પુરવઠા શૃંખલા માળખું ઉભું કરવા માટે આધુનિક ટેકનોલોજી

 એમેઝોન રીટેલે ખેડૂતોને તેમના પાક પર જરૂરી ચોક્કસ નિર્ણયો લેવા, સારી પેદાશ માટે મશિન લર્નિંગ ટેકનોલોજીનો પરીચય કરાવવા અને મજબૂત પુરવઠા શૃંખલા માળખું ઉભું કરવામાં મદદરૂપ થવા માટે તેમજ તેમને સમયસરની સલાહ પ્રદાન કરવા માટે એક પહેલ થકી સશક્ત કરવાના હેતુસર કૃષિશાસ્ત્ર સેવાઓની શરૂઆત કરી છે.

એમેઝોન ઇન્ડિયાના ગ્રોસરી, ફુડ એન્ડ હેલ્થ ડાયરેક્ટર સમીર ક્ષેત્રપાલે જણાવ્યું હતું કે, “અમે ખેતરની ઉપજમાં વૃદ્ધિ કરતી અને ફળો તેમજ શાકભાજીની ગુણવત્તામાં સુધારો લાવતી અગ્રણી ટેકનોલોજી દ્વારા ભારતના ખેડૂતોને અને કૃષિ સમુદાયને સશક્ત બનાવાવમાં જે ભૂમિકા ભજવી શકીએ છીએ તે અંગે ઉત્સાહિત છીએ. આ સર્વાંગી કાર્યક્રમ જમીન અવે હવામાનની સ્થિતિના આધારે ખેડૂતોને વૈજ્ઞાનિક પાકનું આયોજન કરવા માટે સમર્થ બનાવે છે તેમજ પાક અને રોગ નિયંત્રણ અંગે તેમને ઇનપુટ્સ પૂરા પાડે છે. ટેકનોલોજી આધારિત સરળીકૃત ઉકેલો કે જે તેમને ઝડપથી નિર્ણય લેવામાં મદદ કરે છે અને ખેતરમાંથી સુધરેલા પરિણામો જોવા મળે છે તેને અપનાવવા અને શીખવા માટે ખેડૂતો દ્વારા મળેલી સ્વીકૃતીથી અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. અમે આ કાર્યક્રમની કાર્યદક્ષતામાં સતત સુધારો લાવવા અને ભારતીય ખેડૂતોને લાભદાયી થશે તેમજ ગ્રાહકોને સૌથી તાજી ઉપજો મળશે તેવા નવા મોડ્યૂલો તૈયાર કરવા માટે આયોજન કરેલું છે.”

કૃષિવિદ્યા સંબંધિત સેવાની શરૂઆતના ભાગરૂપે એમેઝોન રીટેલે કૃષિશાસ્ત્રી સંચાલિત ખેત મધ્યસ્થી અને મધ્યસ્થીની અસરને જાણવા માટે ખેત વ્યવસ્થાપન સાધનના જોડાણ મારફત ઈકોસીસ્ટમ ઉભી કરી છે. નોંધાયેલ પ્રત્યેક ખેડૂત સહભાગીને જરૂરીયાત અને મૂલ્ય પ્રમાણે સમયસરની દરમિયાનગીરી પૂરી પાડવા માટે ખેત સંચાલન સાધનમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રતિષ્ઠિત કૃષિશાસ્ત્રીઓની ટીમ ઉત્તમ ખેત ઉપજ અને સુધરેલી ઉત્પાદન ગુણવત્તા માટે નોંધાયેલ ખેડૂત સહભાગીઓને એગ્રિટેક તજજ્ઞતાનો લાભ આપે છે. આ પ્રોગ્રામમાં પ્રોએક્ટિવ અને રીએક્ટિવ ક્રોપ પ્લાનનો સમાવેશ થાય છે: પ્રોએક્ટિવ પ્લાન વૈજ્ઞાનિક પાક અને જમીન વ્યવસ્થા પદ્ધતિ પર આધારીત છે અને તેનો ઉદ્દેશ્ય સારી ઉપજ અને ગુણવત્તા પ્રદાન કરવાનો છે; રીએક્ટિવ ક્રોપ પ્લાન મધ્યસ્થી આધારીત પહેલ છે કે જેમાં ખેડૂતો જીવાતો, રોગો વગેરે પર પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે અને તેમની ખેત સંબંધિત સમસ્યાઓના ઉપચારાત્મક ઉકેલો મેળવે.

હાલમાં, અમારી પાસે સમાવિષ્ટ 80% ખેડૂતો તેમની મોબાઈલ એપમાં પર્સનલાઈઝ્ડ ક્રોપ પ્લાનનો લાભ લે છે અને તેમાં રીએક્ટિવ ક્રોપ સંબંધિત પ્રશ્નો ઉપસ્થિત કરવાની અને જ્યારે-જેમ જરૂરી જણાય તેમ તેનું નિરાકરણ લાવવાની સુવિધા છે. એમેઝોન રીટેલ કૃષિશાસ્ત્ર સંબંધિત સેવાઓની બીજી સુવિધામાં મશિન લર્નિંગ અને કોમ્પ્યુટર-વિઝન આધારીત અલ્ગોરિધમ મારફત એપ્લિકેશન ઈન્ટરફેસનો સમાવેશ થાય છે કે જે પુરવઠા શૃંખલા પ્રક્રિયાને સરળ કરે છે, ખેડૂતોને ફળો અને શાકભાજીમાં ખામીઓ ઓળખવામાં મદદ કરે છે, ઉત્પાદનોનો બગાડ ઘટાડે છે કે જેથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાના ફળો અને શાકભાજી મળી રહે તે સુનિશ્ચિત થાય છે.

એમેઝોન રીટેલ ઘટ દૂર કરે અને ગ્રાહકોને ઉત્તમ તાજી ગુણવત્તા પ્રદાન કરે તે માટેનું તાપમાન નિયંત્રિત પુરવઠા શૃંખલા માળખું ઉભું કરવા માટે આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે રોકાણ કરી રહી છે. એમેઝોન રીટેલના સહયોગીઓ એકવાર ખેડૂતો તરફથી પેદાશો મોકલવામાં આવે અને પ્રોસેસિંગ સેન્ટર્સ પર તેને રવાના કરવામાં આવે પછી બહુવિધ તબક્કે ગુણવત્તા ચકાસણી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ત્યારપછી, તાજી પેદાશો (ફળ અને શાકભાજી)ને પ્રોસેસિંગ સેન્ટર્સ ખાતે વર્ગીકૃત કરી, ક્રમાંકિત કરી અને અલગ-અલગ કદમાં પેક કરવામાં આવે છે અને ગ્રાહકોની નજીક સ્થિત એમેઝોન ફ્રેશ ફૂલફિલમેન્ટ સેન્ટર્સ ખાતે રવાના કરવામાં આવે છે. ફૂલફિલમેન્ટ સેન્ટર્સ ઉત્પાદનોની ગુણવત્તા અને તાજગી જાળવી રાખવા માટે તેને 4 અલગ-અલગ ટેમ્પરેટર ઝોન (વ્યાપક, ઉષ્ણકટિબંધીય, ઠંડા અને ઠરેલા) સંચાલિત કરે છે.

એમેઝોન રીટેલની કૃષિશાસ્ત્ર સંબંધિત સેવાનો ઉપયોગ કરતા મહારાષ્ટ્રના મંઝરવાડી ક્ષેત્રના ખેડૂત દર્શન દૌલત ખાંડાગલેએ જણાવ્યું હતું કે “હું કોબીના પાક માટે એમેઝોનની એગ્રોનોમી સેવાઓમાં નોંધાયેલ છું અને માર્ગદર્શન માટે મારે ત્યાં નિયમિત રીતે લાયક નિષ્ણાતો મુલાકાત લેતા રહે છે. મને પણ મારી એપમાં ખેતી પ્લાન મળ્યો છે અને મારા ખેતરમાં મને જ્યારે પણ કંઈક અજુગતું જણાય ત્યારે હું એલર્ટ મોકલી શકુ છું. પાછલી મોસમમાં યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાથી મારા પાકની ગુણવત્તામાં સુધારો થયો હતો જેથી મને સારી રકમ મળી હતી.” આ દાયકમાં કૃષિને સક્ષમ બનાવવામાં ટેકનોલોજીએ સારી ભૂમિકા ભજવી છે. એમેઝોન રીટેલ ખેડૂતોને ઉપજમાં સુધારો કરવામાં મદદરૂપ થવા માટે તેમની પાસે ઉપલબ્ધ એગ્રીટેક ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરાવવા માટે પ્રતિબદ્ધ છે અને એમેઝોન રીટેલ ગુણવત્તા, મૂલ્ય અને અનુકૂળતા મારફત ગ્રાહકોની સેવા કરવાનું ચાલુ રાખશે.

Advertisement
Right Click Disabled!