ડૉ.કે.આર.શાહ માધ્યમિક શાળા ભાનેર ખાતે ટ્રેક માય ટ્રી વેબ સાઇટ લોન્ચ કરાઈ.

ડૉ.કે.આર.શાહ માધ્યમિક શાળા ભાનેર ખાતે ટ્રેક માય ટ્રી વેબ સાઇટ લોન્ચ કરાઈ.
Spread the love

ડૉ.કે.આર.શાહ માધ્યમિક શાળા ભાનેર ખાતે ટ્રેક માય ટ્રી વેબ સાઇટ લોન્ચ કરાઈ.

પ્રકૃત્તિના સંરક્ષણ અને સંવર્ધન માટે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન ડી.પટેલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. કે.આર.શાહ માધ્યમિક શાળા,ભાનેર ના આચાર્ય બ્રિજેશ પટેલ ના ઉત્કૃષ્ટ નવીનતમ પ્રયોગ Track My Tree વેબ સાઈટને કાર્યક્રમમાં લોન્ચ કરવામા આવી હતી.સાથે શાળામા ઔષધિય વનને ખુલ્લો મૂકવામા આવ્યો હતો. Track My Tree નો હેતુ ખેડા જિલ્લાની તમામ શાળાઓમા કરવામા આવેલ છોડનુ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે તેને બારકોડેડ સ્ટીકર લગાવી વેબ સાઈટમા દરેક શાળા અપલોડ કરશે. અને સમયે સમયે તેની સ્થિતિ જાણી શકાય. આ પ્રયોગથી ખેડામા જ નહિ પરંતુ સમગ્ર દેશમા પર્યાવરણીય ક્રાંતિનું કામ કરશે. ઔષધિય અને ફળાઉ વૃક્ષો થકી મારી શાળા મારું ઉપવન નિર્માણ પામશે. ફકત છોડ રોપીને સંતોષ નહિ પરંતુ એક બાળ એક વૃક્ષની જેમ તેનુ સવર્ધન કરવામા આવશે.આ કાર્યક્રમમા ખેડા જિલ્લા શિક્ષણાધકારી કચેરી ના શિક્ષણ નિરીક્ષક તેજેન્દ્રસિંહ સોલંકી, સુનિલભાઈ પારગી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક , ખેડા જિલ્લાના શાળા વિકાસ સંકુલના
કન્વીનર તથા વિવિધ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20210908-WA0187-2.jpg IMG-20210908-WA0188-0.jpg IMG-20210908-WA0186-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!