રેડમી ઇન્ડિયાએ પ્રાઇમ રેડમી ઇયરબડ્ઝ 3 પ્રો સાથે ઓલ રાઉન્ડ સુપરસ્ટાર રેડમી 10 લોન્ચ કર્યો

રેડમી ઇન્ડિયાએ પ્રાઇમ રેડમી ઇયરબડ્ઝ 3 પ્રો સાથે ઓલ રાઉન્ડ સુપરસ્ટાર રેડમી 10 લોન્ચ કર્યો
Spread the love

દેશની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ખેલાડી મી ઇન્ડિયાની પેટા બ્રાન્ડ રેડમી ઇન્ડિયાએ ભારતમાં રેડમી ઇયરબડ્ઝ 3 પ્રો સાથે તેના સૌપ્રથમ 50એમપી સ્માર્ટફોન એવા રેડમી 10 પ્રાઇમનું અનાવરણ કર્યુ હતું. આશાઓ ઉપરાંતનું પર્ફોમન્સ ડિલીવર કરતા રેડમી 10 પ્રાઇમ ભારતમાં મીડિયાટેકહિલીયો જી88 ચિપસેટનું ડેબ્યૂ છે અને તે પ્રભાવશાળી 90Hz 6.5” FHD+ એડેપ્ટીવસિંક ડીસ્પ્લે સાથે આવે છે. તેમાં શક્તિશાળી 6,000mAh બે દિવસની બેટરીનો અત્યંત પાતળા સ્વરૂપ ફેક્ટરમાં સમાવેશ થાય છે. આ ડિવાઇસ મેમરી વિસ્તરણ ફીચર સાથે આવે છે જે યૂઝર્સને તેમના સ્માર્ટફોન સ્ટોરેજમાંથી 2 જીવી સુધીની RAM ઉધાર લેવાની સવલત પૂરી પાડે છે અને તે રીતે સરળ ફંકશનીગ અને વિસ્તરિત પર્ફોમન્સ આપે છે. પાવર અને સર્જનાત્મકતાની સરદહોને આગળ ધપાવવા માટે ડિઝાઇન કરાયે આ ડિવાઇસ કન્ટેન્ટ સર્જકો, સ્ટ્રીમીંગ ઉત્સાહીઓ અને મોબાઇલ ગેઇમર્સ માટે ટોચનો અનુભવ પૂરો પાડે છે.

લોન્ચ પર ટિપ્પણી કરતી શિયોમી ઇન્ડિયાના ચિફ બિઝનેસ ઓફિસર મુરલીક્રિશ્નન બી.એ જણાવ્યું હતુ કે, “છેલ્લા સાત વર્ષથી રેડમીએ પોતાના સ્માર્ટફોન્સ સાથે સતત સરહદોને વેગ આપ્યો છે, પ્રવાહો નિર્ધારિત કર્યા છે અને ઉદ્યોગના માપદંડોને વટાવી દીધા છે. ગ્રાહકનો રેડમીમાં વિશ્વાસે ટીમને સંશોધનની દ્રશ્ટિએ ઊંચા ધોરણો સ્થાપિત કરવામાં મદદ કરી છે અને રેડમી સિરીઝને દેશમાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતી સિરીઝમાંના એક બનાવ્યા છે. રેડમી 10 પ્રાઇમ લોન્ચ કરવાની સાથે અમે ઓલ-એરાઉન્ડ સુપરસ્ટાર એવા અનુભવ સાથે લાવે છીએ જેમાં યૂઝર્સ રેડમી નોટ સિરીઝથી રેડમી સિરીઝ સુધી જોડાય છે, જેમાં દરેક કેમેરામાં સુધારો કરવામાં આવ્યો છે, હાઇ-પર્ફોમન્સ અને પાવર પેક્ડ બેટરી આયુષ્ય ધરાવે છે. રેડમીના દરેક કન્ટેન્ટ સર્જકો માટે નવી ટેકનોલોજીનો લાભ ઉઠાવવાનું વચન આપતા, રેડમી પ્રાઇમ મેઇનસ્ટ્રીમ[1]ડિવાઇસ સેગમેન્ટમાં એક કદમ આગળ છે.

પોતાના ઓડીયો પ્રોટફોલિયોમાં વધારો કરવાના ભાગરૂપેરેડમીએ ઓલ-ન્યુ રેડમી ઇયરબડ્ઝ 3 પ્રો પણ લોન્ચ કર્યા છે, જે યૂઝર્સને મનોરંજીત રાખવા માટે યોગ્ય હાઇ-ડેફિનેશન વાળો સાથી છે. તરબોળ સાઉન્ડ અનુભવની વધી રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરાયેલ રેડિમિ ઇયરબડ્ઝ 3 પ્રો ક્વાલકોમ® QCC3040 ચિપસેટ સાથે aptX™ એડેપ્ટીવ ઓડિયો કોડેક અને શ્રેષઠ બ્લ્યૂટૂથ 5.2 કનેક્ટિવીટી ધરાવે છે. વ્યસ્ત યૂઝર્સ માટે, તે અવિરત 7 કલાકનું મ્યુઝિક સ્ટ્રીમીંગ એક જ વારના ચાર્જમાં ઓફર કરે છે અથવા કેસની અંદર ચાર્જ કરવામાં આવે ત્યારે 30 કલાકનો કુલ પ્લેબેક સમય મેળવે છે. વધુમાં તે એક કરતા વધુ ફંકશનલ ટચ કંટ્રોલ, અને MIUI સક્ષમ પોપ-અપ વિન્ડે સપોર્ટ કરેછે જેથી કનેક્શન અને બેટરી સ્ટેટસ માટે ત્વરીત જોવામાં સહાય કરી શકાય.

વધુમાં અમારા તદ્દન નવા રેડમી ઇયરબડ્ઝ 3 પ્રોની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે જેથી ઝડપથી વિકસતી ઓડીયો કેટેગરીને હવે પછીના સ્તરે લઇ જઇ શકાય. અમે આગવી ડિઝાઇન અને પોર્ટેબિલીટી સાથે અમારી હાઇડિફીનીશન વાયરલેસ ટેકનલોજીને જોડી છે. નવો રેડમી ઇયરબડ્ઝ 3 પ્રો Miના ચાહકો જ્યારે લક્ઝરી અને હાઇ-પર્ફોમન્સ ઓડીયોની વાત આવે ત્યારે સ્વતંત્રતાના નવા સ્તર પ્રાપ્ત કરે તેની ખાતરી રાખે છે,”એમ તેણે વધુમાં ઉમેર્યુ હતુ.

[1]મેઇનસ્ટ્રી સ્માર્ટફોન એવા સ્માર્ટફોન્સ છે જે 10kથી 15kની કિંમત શ્રેણીમાં છે..

 

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Admin

Admin

9909969099
Right Click Disabled!