રાજકોટ માં ખેરવા ગામેથી જ્વલનશીલ પ્રદાર્થનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ માં ખેરવા ગામેથી જ્વલનશીલ પ્રદાર્થનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ
Spread the love

રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવીણ કુમાર મીણા, મદદનીશ પોલીસ કમિશનર D.C.B ક્રાઈમ બ્રાન્ચ ડી.વી.બસીયા, P.I વી.કે.ગઢવી, P.S.I એમ.બી.રબારી નાઓની ટીમના માણસો પેટ્રોલિંગ દરમિયાન જયુભા પરમાર, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ને મળેલી ચોકકસ બાતમીના આધારે વાંકાનેરના ખેરવા ગામે બાપા સીતારામની મઢુલી પાસે બોલેરો પીકઅપ અને ટ્રકમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગરનું જવલતશીલ પ્રવાહી મળી આવ્યું હતું. બોલેરો પીકઅપ નંબર GJ-14-X 4673 અશોક લેલન કંપનીનો ટ્રક નંબર GJ-12-AY 7441 મળી આવેલ હોય. પોલીસે નાનામવા પાસે વ્રજ કોમ્પલેકસમાં રહેતા પ્રફુલ અરજણ ચોવટીયા જાતે.પટેલ ઉ.૪૦ રહે. વ્રજ કોમ્પલેકસ ૪૦૨ નાનામોવા રાજકોટ. યુસુફ કાળુભાઇ મીયાણા ઉ.૪પ રહે. વીસીપરા મુલીનગર-૧ મોરબી. ની ધરપકડ કરી બોલેરો પીકઅપમાંથી ફયુલ પ્રવાહી ૪૦૦ લીટર ભરેલ બેરલ અને ટ્રક તેમજ ર૦૦ લીટર ભરેલ બેરલ અને નજીકમાં બેલાના પથ્થર પર રાખેલ મોટા ટાંકામાંથી ૧૦,૫૦૦ લીટર જવલતશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાંચે આધાર પુરાવા વગરનો ૧૧,૧૦૦ લીટર જવલતશીલ પ્રવાહી ટ્રક, બોલેરો ટાંકો અને બેરલ મળી કુલ-૧૯.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી જવલતશીલ પ્રવાહીના નમુના મેળવી તપાસે અર્થે F.S.L માં મોકલી આપવામાં આવ્યા છે. C.R.P.C કલમ-૧૦૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવી, P.S.I એમ.વી.રબારી, A.S.I જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ પુષ્પરાજસિંહ તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીતના સ્ટાફે કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ

 

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!