ડભોઇ કાનમ પટેલ સમાજની વાડીમાં સરદાર ધામનું ઈ-લોકાર્પણનું જીવંત પ્રસારણ

ડભોઇ કાનમ પટેલ સમાજની વાડીમાં સરદાર ધામનું ઈ-લોકાર્પણનું જીવંત પ્રસારણ
Spread the love

અમદાવાદમાં પાટીદાર સમુદાયના વિશાલ સંકૂલ એવા સરદાર ધામનું ઈ-લોકાર્પણ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહ્યા હતા. અંદાજે 7 લાખ 19 હજાર સ્ક્વેર ફિટમાં નિર્માણ પામેલા સરદાર ધામના ઈ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
અમદાવાદમાં પાટીદારના વિદ્યાર્થીઓને અભ્યાસની ઉચ્ચ સગવડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે પૂરતું માર્ગદર્શન મળી રહે ઉપરાંત આર્થિક રીતે નબળાં યુવક-યુવતીઓને પણ અભ્યાસ માટે પરવડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર ધામમાં 1000થી વધુ વિધાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ-ભોજન વ્યવસ્થાથી સજ્જ સરદાર ધામમાં 900 વિધાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાયબ્રેરી ઉપરાંત જીમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.સરદાર ધામમાં જ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાર્થીઓ અને ખાસ કરીને તેમના વાલીઓ માટે, રૂપિયા 2 લાખની આવક ધરાવતા વિધાર્થી માટે ફીનું ધોરણ 20 હજાર,અને 2 લાખથી ઓછી આવક ધરાવતા વિધાર્થીની ફી રૂપિયા 10 હજાર રહેશે.ગરીબ વિધાર્થીઓ માટે માત્ર્રા 1 રૂપિયો ટોકન ફી તો વિધાર્થીનીઓ માટે પણ આ જ પદ્ધતિથી ફીનું ધોરણ નક્કી કરાયું છે.છેલ્લા ચાર વર્ષથી પાટીદાર સમાજના આગેવાનો-શ્રેષ્ઠીઓ ભાવી પેઢીના ભણતર-ગણતર માટે ચિંતિત હતા. એક એવું સંકૂલ જ્યાં સમાજના વિધાર્થી/વિધાર્થીનીઓ નિશ્ચિંત રીતે અભ્યાસ કરી શકે, ગુણવતાસભર ભોજન- નિવાસ,વાંચનની સુવિધા ઉપરાંત આધુનિક લાયબ્રેરી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર માટે સંકૂલની બહાર નાં જવું પડે તેવું આયોજન કરાઈ રહ્યું હતું. પાટીદાર સમાજના ‘ઘર દીવડાં’એ આ સંકલ્પ પૂર્ણ કરી સમાજની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ માત્ર ગુજરાત જ નહિ પણ દેશ-વિદેશમાં આપ્યું છે.
જેનું ડભોઇ તાલુકા ઝોનનું જીવંત પ્રસારણ ડભોઇ કાનમ પટેલ સમાજ ની વાડી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં તાલુકા અને શહેર ના પાટીદાર ભાઈઓ આ કાર્યક્રમ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં કલ્પેશ ભાઈ પટેલ, સુરેશ ભાઈ પટેલ, મેહુલ ભાઈ,ધવલ ભાઈ અને રમેશભાઈ કોઠીયા તેમજ ડભોઇ ઝોન અને શિનોર ઝોનના
અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

IMG-20210911-WA0046.jpg

Advertisement
Right Click Disabled!