રાજકોટ માં સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ, ૧૪ શખ્સો દ્વારા હથિયાર વડે ધીંગાણું

રાજકોટ માં સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ, ૧૪ શખ્સો દ્વારા હથિયાર વડે ધીંગાણું
Spread the love

રાજકોટ ના માધાપર ચોકડી પાસે સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ, ૧૪ શખ્સો દ્વારા હથિયાર વડે ધીંગાણું.

 

રાજકોટ ના જામનગર રોડ માધાપર ચોકડી પાસે આવેલ વિનાયક વાટીકામાં રહેતા ભાવિકસિંહ મહેશભાઇ ડોડીયા ઉ.૩૧ નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજયભાઇ વીરડા તેના ૨ ભાઇ, નિલેશ આહીર, લાલો મિયાત્રા અને અન્ય ૧૦ જેટલા અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ પુલ પહેલા માધાપર ગામ તરફ જવાના રસ્તે ગોલ્ડન પોર્ટીકો સોસાયટી પાસેથી ફરીયાદી યુવાન કાર લઇને પસાર થતો હતો ત્યારે સામેથી સંજય વિરડાની હાયર પુર ઝડપે ટ્રક લઇ ધસી આવતા બન્ને વાહનો સામસામા આવી ગયા હતા. સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ સંજય વીરડા સહીતના શખ્સો ભેગા થઇ ગયા હતા અને ગાળાગાળી બાદ સમાધાન થઇ ગયું હતું અને ફરીયાદી ભાવીકસિંહ પોતાની કાર લઇને ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રીના ૮ વાગ્યે ફરીયાદી ભાવિકસિંહ ડોડીયા અને તેનો પિતરાઇ ભાઇ ભગીરથ દોલતભાઇ ડોડીયા ઉ.૩૦ માધાપર ગામે ઇશ્ર્વરીયા પાનની દુકાને બેઠા હતા ત્યારે આરોપી સંજય વીરડા સહીતના ૧૪ શખ્સો ધોકા પાઇપ, ધારીયા  રિવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી ભાવીકસિંહ અને તેના પિતરાઇ ભાઇ ભગીરથ પર તુટી પડયા હતા અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો નાસી છુટયા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા બન્ને પિતરાઇ ભાઇઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાંધીગ્રામ પોલીસે ગેરકાયદેસર મંડળી રચી સરાજાહેર બે પિતરાઇની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવા અંગેનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ બનાવની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના P.I કે.એ.વાળા, P.S.I જનકસિંહ રાણા, હીરાભાઇ સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

 

રિપોર્ટ : ર્દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!