કામ : અસ્તિત્વનો આવિર્ભાવ

કામ : અસ્તિત્વનો આવિર્ભાવ
Spread the love

કોઈપણ વ્યક્તિને કામ કે સેક્સના શિર્ષક આધારે ધારણાઓ બાંધી લેવાની છૂટ નથી. ધારણાઓ એવી કપોળ કલ્પના છે કે જેમનો કોઈ પાયો આને શિખર પણ નથી,તેથી તે છબછબિયાં કરનારને પજવે છે.પછી એવી સમસ્યાઓ ઉભી કરે છે કે આંધી આવી ઉભી રહે એક મિનિટમાં જ ..! તેથી ઉતરવું જ હોય તો ઉંડા જી મરજીવા જ મોજું માણે..!!

સૃષ્ટિના સર્જન તથા ચલનનો આધાર સેકસ છે.તેથી તેને ગંદકી ગણીને તેની પરહેજ સંભવ નથી.તેની સમજ કેળવ્યાં વગર તેના તરફ દંભી દ્રોહ કરવો અન્યાયકર્તા છે.કામ, ક્રોધ અને લોભ પૈકી માત્ર કામને દેવ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. કામને શિવતત્વ અગ્નિને સમર્પિત કરે છે પરંતુ પછી આવ્યું રતીનું હ્રદયવિદારક,અસ્ખલિત રુદન તેમાં માત્ર પોતાની વેદના નહોતી.પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જગતને જીવંત રાખવા,પરંપરાને આગળ વધારવા માટેનો નમ્ર,ભરપેટ, આકાશી પ્રયાસ હતો.

શિવજીએ નરમીએ આ મહત્વને સ્વીકારીને ફરી કામને જીવન બક્ષ્યું.પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે કામનું અતિરેક પૂર્ણ સ્વરૂપ માનો કે જેને મન રંજન ગણીએ છીએ તે ક્ષણિક છે પણ શાશ્ર્વત હોવાની માન્યતા વિકૃતિના પરિચાયક તરીકે જ ગોઠવાય.તેની હાજરી જરૂર સમજમાં આવેતો જુગુપ્સાપ્રેરક છે અને તેની અસ્પૃશ્યતા મર્યાદિત માત્રામાં જરૂરી પણ છે.ભગવાન કૃષ્ણ કહે છે કે હું કામ છું એટલે કે કૃષ્ણનું સ્વરૂપ એ ના માત્ર પાવિત્ર્યનું દ્યોતક છે પણ દેવ સ્વરુપ છે.

લૈલા-મજનુ કે શીરીં- ફરજાદનો પ્રેમ,કામની હાજરી વગર પ્રસ્ફુટીત અને વિસ્તારિત થયો હોય તેમ માનવું બાલીશતાપુર્ણ છે.હા,માત્ર તેની મહૃત્તા જ તે સંબંધને મજબૂત કરવા ચાવીરુપ ભલે ન હોય, તો પણ તેને નજરઅંદાજ તો નહીં જ કરી શકાય.કોઈપણ પ્રકૃતિ-પુરુષના સંબંધોને સ્થાપવા માટે કામ મહત્વની ભૂમિકા ભજવે છે. દાંપત્યજીવનના મન મટાવની વાત હોય કે પ્રેમમાં બ્રેકઅપનો હથોડો પડ્યો હોય પરંતુ આખરે કામદેવનો રાજીપો સાયુજ્ય અને ઐક્યને સાધવામાં જડીબુટ્ટી બનીને આવતો રહેતો હોય છે.પ્રેમની સાથે કામ એવા સ્વરૂપે ભળેલો છે કે તેમનું પૃથ્થકરણ કરવું સૌને મુશ્કેલ બની જાય છે.લાગણીઓનો અતિરેક તેને ત્યાં સુધી ઝડપથી ખેંચી જતો હોય છે.તેમા ઝબોળાઈ જવું વીજળીક હડતાલ હોય છે.તેમાં કશું ખોટું પણ નથી ..!??

મુર્છિત અવસ્થા સામાજિક વાડોલિયાને ગણકારતી નથી.પરંતુ સમય અને સ્થિતિની સંભાળ એ પણ ખૂબ જરૂરી બનતી હોય છે.જો તેને સમજવામાં ‘ખતા’ ખાધી તો સામાજિક અનેક આફતો તમને તારતાર કરવાં તલપાપડ જ હોય છે.બાબુજી..ધીરે ચલના..પ્યારમે જરા સંભલના..!!?

ઓશો કહે છે કે” સેક્સને આપણે ગાળ સિવાય કોઈ સન્માન આપ્યું નથી.જાણે તેનું જીવનમાં કોઇ મહત્વ જ નથી એટલું જ નહીં તેને હંમેશા દબાવવામાં,છુપાવવામાં આવ્યું છે.તેથી તે તીવ્રતાથી સૌને ગ્રસે છે ” જેટલી જે વસ્તુને લાજવંતી રાખવામાં આવે તેને વધુમાં વધુ લોકો દ્રશ્ય-સ્પશૅ કરવા બેબાકળાં હોય છે. જે ઢાંકેલું હોય એ કુતુહલ જન્માવે છે.આપણે ત્યાં સમયાવધિને કારણે આવા ગોળગપ્પા ઉભાં કરવાં અને વાગોળવા શોખ બનીને રહી જાય છે.

રામચરિતમાનસમાં કહેવાયું છે કે “તાત તીની અતિ પ્રબલ કામ,ક્રોધ અરુ લોભ”અર્થાત્ આ ત્રણ વસ્તુઓ અતિ પ્રબળ છે.તેથી તેમાં સંયમ, વિવેક અને વિચારની આવશ્યકતા સતત બારણાં ખખડાવતી રહેવી જોઈએ. જ્યાં તેનો આત્યંતિક પ્રભાવ ઉભો થાય એટલે કે વિચાર, વ્યવહાર અને વિવેકને બાજુ પર મૂકીને માણસ પોતાની ઓળખ ખોઈ બેસે ત્યાં અધઃપતન આવી પહોંચે. દમન અને પ્રબળતા બંને સામસામા કિનારાં છે.

મધ્યાંતરમાં જીવનારો ખરું સમૃદ્ધ જીવન મેળવનારો ગણી શકાય. જગતનું અસ્તિત્વ જીવંત રાખવા ઈશ્વરે કામને સોગાદરૂપે જીવમાત્રમાં આરોપિત કર્યો છે અને લગભગ તમામ જીવો, પ્રજીવોને તેનો યોગ્ય ઋતુકાળ પણ પ્રદાન કરવામાં આવ્યો છે.પણ માનવ આ વર્તુળમાંથી બુધ્ધિના અભિશાપથી બહાર છે. તેથી તેમની આ રજોગુણ વૃત્તિને જો સંગોપિત ન કરવામાં આવે તો તેના અનર્થ પરિણામો પણ સમાજે ભોગવવા રહે.કૃષ્ણ કહે છે કે ‘ધર્મ વિરુદ્ધ ન હોય તેવો કામ મારી વિભુતી છે ‘પંરતુ તેમાં અધર્મ અધોગતિનો કારક લેખી શકાય.

મનુષ્ય સેક્સના અધર્મના તોખાર ઘોડા પર સવારી કરવાની ક્ષમતા યજ્ઞપુરુષ કે દૈવી શકિતઓજ ધારણ કરી શકે છે.સંપુણૅ બહ્મચયૅત્વ તેને ઉર્ધ્વમુલન તરફ લઈ જાય છે.તેથી રામ, કૃષ્ણ અને લક્ષ્મી, સરસ્વતી આદિક દેવ,દેવીઓનું ઓજ તેના ચહેરાને સામાન્ય વ્યક્તિથી અનેકગણું ઓજસ પ્રદાન કરે છે.કોઈ વ્યક્તિ કદાચ કુંવારો હોય શકે પંરતુ તે બ્રહ્મચારી હોય તેમ માનવું અસત્ય છે.આપણાં સંવેદનશીલ પુવૅ વડાપ્રધાન શ્રી બાજપાઈજીએ જ્યારે ખુલ્લો એકરાર કરેલો કે હું કુંવારો ખરો પણ બ્રહ્મચારી નહીં..! તે સમયે તે વિષય પર ખુબ ચર્ચા થયેલી.વાજપાઈની નૈષ્ઠિક હિમંતને એક સાદે સૌએ વખાણેલી આજે પણ એ તાળીઓનો ધ્વનિ શમ્યો નથી. મર્યાદાઓ, વૃત્તિઓનું સતત મોનીટરીંગ જીવનને પ્રવાહી ચાલવા, ચલાવવા હુંફ આપતું રહે છે.

તખુભાઈ સાંડસુર

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

IMG_20210906_152217.jpg

Advertisement
Right Click Disabled!