જૂનાગઢ પોલીસે રિટાયર્ડ અરજદારને પોતાના જીવન મરણ સમાન મકાન પરત અપાવ્યું

જૂનાગઢ પોલીસે  રિટાયર્ડ અરજદારને પોતાના જીવન મરણ સમાન મકાન પરત અપાવ્યું
Spread the love

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને પીડાબલ્યુડી વિભાગમા નોકરી કરી, રીટાયર્ડ થયેલા સિનિયર સીટીઝન પ્રવીણભાઈ મણિશંકર જોશી (M:- 98980 42984) બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ જોશીએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે પીડાબલ્યુડીમાથી નિવૃત્ત થયા બાદ પોતાની મરણ મૂડીમાથી મધુરમ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં મકાન લીધેલ હતું. પોતાની દીકરીના ભૂતકાળમાં લગ્ન કરેલ અને જમાઈ સાથે દોઢેક વર્ષ પહેલા છુટા છેડા થયેલ, એ જમાઈએ કોઈ વિરમભાઈ બોરખતરીયા પાસેથી રૂપિયા લીધેલ.

હાલમાં પોતાને પોતાના જમાઈ સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં, તેની પાસે માંગતા રૂપિયાની ઉઘરાણી માટે આ વિરમભાઈ એ પોતાની માલિકીના મકાનમાં પોતાનું તાળું મારી દઈ, કબજો કરી, રૂપિયા આપો તો જ મકાનનો કબજો આપવા ધમકી આપેલ હતી. સિનિયર સીટીઝન નિવૃત કર્મચારીને પોતાની માલિકીનું માતબર રકમનું મકાન ખોવાનો વારો આવતા, મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સામાન કમાણીના રૂપિયાથી બનાવેલ મકાન પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નારણભાઇ, ઇન્દુભા, પો.કો. આઝાદસિંહ, સંજયસિંહ, નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે અરજદાર સિનિયર સીટીઝન કર્મચારીનું મકાન પચાવી પાડનાર વિરમભાઈને બોલાવી, મકાનની ચાવી આપી દેવા, પોલીસની ભાષામાં સમજાવતા, અરજદાર સિનિયર સીટીઝન કર્મચારીના મકાનની ચાવી પરત આપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને મકાનની ચાવી ઉભા ઉભા આપી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા ખાતરી આપતા, *સિનિયર સીટીઝન એવા અરજદાર કર્મચારી તથા સમાજના પ્રમુખ મહેશભાઈ જોશી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ પોલીસ દ્વારા પણ *પોતાની ફરજ ગણાવી, રિટાયર્ડ સિનિયર સીટીઝન એવા કર્મચારીને મદદ કરવીએ પોલીસની અગત્યની ફરજ ગણાવી, અરજદારને તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન માતબર રકમના મકાન પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન માતબર રકમનું મકાન પોતાને પરત ના મળતી, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાની જીવન મરણ સમાન મકાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Advertisement
Right Click Disabled!