અરવલ્લી: ધનસુરા અને મોડાસા પોલીસ ને શંકાસ્પદ કારે હંફાવી

અરવલ્લી: ધનસુરા અને મોડાસા પોલીસ ને શંકાસ્પદ કારે હંફાવી
Spread the love

અરવલ્લી : ધનસુરા અને મોડાસા પોલીસને શંકાસ્પદ કારે હંફાવી, ફીલ્મી ઢબે બે ટ્રક વચ્ચેથી કાર હંકારી પોલીસને ચકમો આપી કાર મૂકી બે શખ્શો ફરાર
ધનસુરા પોલીસે શુક્રવારે રાત્રીના સુમારે ચાર રસ્તા પર વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું તે દરમિયાન
ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ચાર રસ્તા પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં મોડાસા તરફથી આવતી સેવરોલેટ નિયો-૨ (ગાડી.નં. GJ-05-CH-5188) નંબર વાળી કારને અટકાવવા પોલીસે બેટરી અને લાકડી વડે ઈશારો કરતા પોલીસ ચેકીંગ જોઈ કાર ચાલક કાર રોડ પર ધીમી પાડી કારનો યુટર્ન લઇ કાર પરત મોડાસા તરફ દોડાવતા ધનસુરા પોલીસને કાર શંકાસ્પદ જણાતા કારનો સરકારી ગાડીમાં પીછો કર્યો હતો પોલીસે કારને શીકા ચોકડી નજીક આંતરી ઉભી રાખવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કારને ફૂલ સ્પીડે હંકારી મૂકી હતી રહિયોલ રેલવે ફાટક નજીક સરકારી જીપ નજીક આવતા કાર ચાલકે ફિલ્મી સ્ટન્ટની માફક બે ટ્રક કન્ટેનર વચ્ચેથી પસાર કરતા કાર ટ્રક કન્ટેનરને અથડાઈ હોવા છતાં નહીં અટકતા પોલીસ અને કાર વચ્ચે ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા
ધનસુરા પોલીસે શંકાસ્પદ કાર અંગે મોડાસા પોલીસને જાણ કરતા પોલીસે રાણાસૈયદ ચોકડી પર બેરિકેડ લગાવી નાકાબંધી કરતા કાર ચાલકે કાર રોડ સાઈડ નીચે ઉતારી લોખંડના બેરિકેડને ટક્કર મારી કાર હંકારી મુકતા ટાઉન પોલીસ પણ ચોકી ઉઠી હતી ટાઉન પોલીસે અને ધનસુરા પોલીસે કારનો પીછો ચાલુ રાખતા કાર ચાલકે કાર ચાંદટેકરી વિસ્તારમાં દોડાવી મૂકી હતી અને અંધારામાં કાર રોડ બાજુ રાખી કાર ચાલક અને અન્ય શખ્સ ફરાર થઇ ગયા હતા ધનસુરા પોલીસે કાર ચાલક અને અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા

IMG_20210918_202238.JPG

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!