પ્રોહિબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.
*પ્રોહિબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.*
ભાવનગર જીલ્લા તેમજ અન્ય જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે *અમદાવાદ ગ્રામ્ય ના કોઠ પોલીસ સ્ટેશનના પ્રોહિ ગુ.ર.ન. ૨૬/૨૦૧૯ પ્રોહિ કલમ ૬૫એઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(ઘ) મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી અશોકભાઇ ચકાભાઇ બારૈયા ઉવ. ૩૦ રહે. ગામ-બુધેલ, તા.જી.ભાવનગર* વાળાને ગંગાજળીયા તળાવ, વિટકોસ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.
રીપોર્ટ સતાર મેતર