અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની લાઠી સર્કિટ હાઉસ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની લાઠી સર્કિટ હાઉસ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી
Spread the love

લાઠી સર્કિટ હાઉસ ખાતે માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ ડેલીગેટ અરવિંદભાઈ સીતાપરા, જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના કોંગી અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતીકરણના હેતુ થી લાઠી ખાતે તાલુકા અને શહેર સમિતિની બેઠકનું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગમાં લાઠી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

હાજર કોંગ્રેસ અગ્રણીઓના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા. કોંગ્રેસના પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપણ જાતના રાગદ્વેષ વિના એકસંપ થઇ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વ સામાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વ્યક્ત કરી હતી.પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આ વિસ્તારના માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા એ પોતાની આગવી શૈલી માં કાર્યકરો ને એકતા રાખી કોંગ્રેસ ના સિદ્ધાંતો ને અનુસરતા વધુમાં વધુ લોકોને સાથે જોડાવા જણાવ્યું હતું. પ્રદેશ ડેલીગેટ અરવિંદભાઈ સીતાપરા તથા રફીકભાઈ મોગલ એ દરેક કાર્યકરો ને કોવિડ ૧૯ “ન્યાય યાત્રા”કાર્યક્રમ માં ભાગ લેવા જણાવેલ હતું.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષ ના સક્રિય અને વફાદાર કાર્યકરો ઓ ને જ જવાબદારી ઓ સોંપવા માં આવશે તેમ જણાવેલ હતું. બેઠકમાં જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી, પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ ડેલીગેટ રફીકભાઈ મોગલ, અરવિંદભાઈ સીતાપરા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી જનકભાઈ પંડયા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના સત્યમભાઈ મકાણી, જિલ્લા ઓ.બી.સેલ ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પોકિયા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ધોળકિયા, ઈમ્તિયાઝભાઈ પોપટભાઈ ગોરસિયા, પ્રેમજીભાઈ મેવાડા સહિતના અગ્રણીઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસની બેઠક મળી હતી.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20210920_210813.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!