વડોદરા જિલ્લાના તમામ તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા આવેદન

વડોદરા જિલ્લાના તમામ તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા આવેદન
Spread the love

વડોદરા જિલ્લાના ડભોઇ,કરજણ,શિનોર,પાદરા તમામ તાલુકા ની આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર મુશ્કેલીઓ ના અનુસંધાને લેખિત માં ફરિયાદ કરી છે.આશાવર્કર બહેનો ની માંગણી મુજબ કોરોના ની મહામારી માં જીવ ના જોખમે સેવા આપી છતાં તેઓને આ બાબત નું મહેનતાણું આપવામાં આવ્યું નથી.કોરોના કાળ માં સવાર ના 9 થી સાંજ ના 5 સુધી ભૂખ્યા તરસ્યા આશા વર્કર બહેનો એ ફરજ બજાવી હતી તેનું મહેનતાણું કોણ અને ક્યારે આપશે નું જણાવ્યું હતું.

સાથે જ જણાવવા માં આવ્યું હતું કે તમામ તાલુકા ની પી. એચ.સી માં આશાવર્કરો ને ખૂબ જ હેરાન કરવામાં આવે છે એચ.વી,એસ.આઈ,એમ.પી.એચ. ડબલ્યુ,એફ.એચ ડબ્લ્યૂ દ્વારા વારંવાર આશાવર્કરો ને છુટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે.નર્સ નું કામ પણ આશાવર્કર બહેનો પાસે કરાવવા માં આવે છે.અને અધિકારીઓ ખૂબ જ કનડગત કરતા હોવાની ફરિયાદ પણ ફરિયાદ ઉઠવા પામી છે.આ સાથે જ બહેનો ને 2013-2014 પછી અત્યાર સુધી ડ્રેસ પણ આપવામાં આવ્યા નથી અને જો કોઈ આશાવર્કર બહેન મમતા દિવસે ડ્રેસ વગર આવે તો તેમના પગાર માં થી 200 રુપિયા દંડ પેટે વસુલવામાં આવે છે.

2000 રૂપિયા પગાર માં બહેનો ને ઘર ચલાવવુ મુશ્કેલ છે તેવામાં નવા ડ્રેસ નો ખર્ચ આશાવર્કર બહેનો ને પરવડે તેમ નથી.જેથી બહેનો ની માંગણી મુજબ મહેનતાણું વધારો અથવા તો ડ્રેસ પહેરવામાં થી મુક્તિ આપો ની ફરિયાદ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી હતી.અને વારંવાર હેરાન કરતા અધિકારીઓ પર શિક્ષાત્મક પગલાં લેવા લેખિત માં અરજી આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા પંચાયત ને કરવામાં આવી હતી.

રીપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

IMG-20210920-WA0052.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!