અમરેલી જીલ્લા મહિલા સામખ્ય દ્વારા સાવરકુંડલા ખાતે પોષણ આરોગ્ય વર્કશોપ

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય દ્વારા સાવરકુંડલા ખાતે પોષણ આરોગ્ય વર્કશોપ
Spread the love
 મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સાવરકુંડલા તાલુકામાં બ્લોક હેલ્થ કચેરી ખાતે પોષણ આરોગ્ય પર વર્કશોપ યોજાયો હતો. જેનું આયોજન મહિલા સામખ્ય અમરેલી જિલ્લા સંકલન અધિકારી શ્રી ઇલાબેન ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ની અલગ અલગ ૧૧ ગામોની ૫૬ બહેનો અને કિશોરી સહભાગી બની હતી.
આ કાર્યક્રમમાં મહિલા સામખ્ય નો હેતુ તથા પરિચય આપવામાં આવ્યો હતો. આ તકે અમરેલીના આર.પી કંચનબેન ડાભી દ્વારા પોષણ આરોગ્ય વિશેની સમજ આપી અને બહેનોને કાયદા વિશે એડવોકેટ રેણુકાબેન દ્વારા આપાઈ પોલીસ કાઉન્સેલર નઝમાબેન દ્વારા બહેનોના હકો વિશેની સમજ અપાઇ આ ઉપરાંત રસીકરણ નું મહત્વ સમજાવવામાં આવ્યું. તથા શારીરિક આરોગ્ય સાથે માનસિક સામાજિક અને આધ્યાત્મિક આરોગ્ય વિશે પણ માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલાના જે આર.પી રેણુકા હેતલબેન સી.આર.પી મકવાણા કિરણબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.
રિપોર્ટ : અમીતગીરી
Advertisement
Right Click Disabled!