માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઝાટકીયાનો બળાપો

માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઝાટકીયાનો બળાપો
Spread the love

માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઝાટકીયાનો બળાપો

આજે સૌરાષ્ટ્રના ડેમો છલકાઈ ગયા છે ત્યારે માણાવદર નો રસાલા ડેમ તંત્રના પાપે ખાલીખમ પડ્યો છે

માણાવદર તથા આસપાસના ગામડાઓને જીવાદોરી સમાન રજવાડા સમયમાં જે તે નવાબો એ બંધાવેલ રસાલા ડેમ દર વર્ષે છલકાયેલા રહેતો હતો અને તેનું પાણી જમીનમાં ઊતરી માણાવદર માં આવેલ તથા આસપાસના ગામડાઓમાં આવેલ બોર, કુવા, દાર વગેરેના તળ જીવંત રાખતું હતું પણ આ વર્ષે આ ડેમના પાટિયા કાઢી નખાયા છે કે ચોરાઇ ગયા છે તેની જ કોઈને ખબર નથી.આ અંગે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન દેવજીભાઇ ઝાટકીયા જણાવ્યું છે કે આ રસાલા ડેમના પાટિયા ક્યાં ગયા? કોણ લઇ ગયું તે બાબતની હજી પણ કોઈને ખબર નથી

સ્થાનિક રાજકીય પક્ષોએ મામલતદારને આવેદનપત્ર આપીને આ ડેમના ખૂલેલા પાટીયા ફરીવાર ફીટ કરી ચોમાસાનું પાણી રોકવા રજૂઆતો કર્યા પછી નિર્ભર સિંચાઈ ખાતાની ઊંઘ ઊડી નથી પરિણામે માણાવદર નપાણીયુ બની ગયું છે દેવજીભાઈએ જણાવેલ છે કે માણાવદરની જનતાને ઉનાળામાં પાણી પીવાના ફાફા પડશે જ તે વાત નક્કી થઈ ગઈ છે. દેવજીભાઈએ આ પાટીયા બાબતે નગરપાલિકા ને પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે તેમની જવાબદારી કોની છે તે અમને ખબર નથી કાર્યપાલક ઇજનેર જૂનાગઢને આ અંગે રજૂઆત કરી તો તેણે કહ્યું કે ડેમના પાટીયા ની જગ્યાએ તે ભાગને સિમેન્ટ કોંક્રીટથી ભરી દેવા નેવું હજારનું એસ્ટીમેન્ટ બનાવીને તેને સુપ્રી.એન્જિનિયર રાજકોટ ને મોકલ્યું છે. સુપ્રિ. એન્જિનિયરને પૂછતા તેણે કહ્યું કે આ એસ્ટીમેન્ટ અમે મંજૂરી માટે ગાંધીનગર મોકલ્યું છે અને મજૂર થઈએ તે કામને અમલમાં મૂકવામાં આવશે આમ આલિયાની ટોપી માલિયા માથે ને માલિયાની ટોપી આલિયા માથે મુકવાની રમતને કારણે પાણી ખાતાએ માણાવદર ને પાણી વગરનું બનાવી દેતાં લોકોમાં ભારે રોષ ભડકી રહ્યો છે

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210921-WA0046.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!