ફર્જ -એ વફા

ફર્જ -એ વફા
Spread the love

ફજાયે અમન -ઓ અમાં કી સદા રખેં કાયમ
સુનાયે ફર્જ તુમ્હારા ભી હૈ ,હમારા ભી।।
નુસરત મેંહદી
—————————————————————-
વિશ્વ શાંતિ દિવસે યુદ્ધ ટાળો-શાંતિ સ્થાપો વૈશ્વિક માંગ
—————————————————————-
‘સ્વર્ગ લોકમાં શાંતિ રહે,અંતરિક્ષમાં શાંતિ રહે,પૃથ્વી પર શાંતિ રહે ,જળ શાંત રહે,ઔષધીઓમાં શાંતિ રહે,વનસ્પતિઓમાં શાંતિ રહે, વિશ્વના દેવ જગત પાલનહાર -ભગવાન વિષ્ણુ )શાંત રહે,સર્વત્ર શાંતિ રહે,શાંતિ શાંત રહે સંપૂર્ણ શાંતિ પ્રવર્તે .’ વેદ નો આ શાંતિ પાઠ વેદ ની અનેક ઋચાઓમાંની એક છે. વિશ્વના પાંચ મોટા ધર્મો હિન્દુ,મુસ્લિમ.બૌદ્ધ,ખ્રિસ્તી અને યહૂદી વગેરેમાં શાંતિ અને મૈત્રી ને સ્થાન આપ્યું છે તેમજ એક પિતાના સૌ સંતાન ,મૈત્રી પ્રાધાન્ય અપાયું છે .હિન્દુ સંસ્કૃતિ તો વિશ્વને એક કુટુંબ ગણે છે.શાંતિ મંત્રો તેનો પુરાવો છે.

હજારો વર્ષ પૂર્વે કોઈપણ કર્મકાંડ પ્રથમ શાંતિ પઠન મંત્ર સાથે કરવાની પ્રથા છે, તેનો અર્થ છે દેવતાઓનું સાન્નિધ્ય પણ પ્રથમ પ્રકૃતિ ને શાંત રહેવા આહવાન કરતા હતા. આજના ભૌતિક ,વૈજ્ઞાનિક યુગમાં પણ આ શનિની અપીલ યુગ પુકાર બની છે. આજનો માનવી સુખી સંપન્ન સાધનો હોવા છતાં ભીતરથી અજંપા સાથે અશાંત છે. રાષ્ટ્ર, ખંડ , દેશ, આપસી મિત્રાચારી બતાવી સીમા યુદ્ધો કહે તો કરતો રહે છે, અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ગત વર્ષોમાં વૈશ્વિક મહામારી,સીમા ના પ્રશ્નો, દરેક વ્યક્તિના સુખદ સ્વાસ્થ્ય ,સુખ અને દરેકની સુખાકારી માટે ન્યૂ જર્સીના બીએપીએસ મંદિરના પૂજારી બ્રહ્મભટ્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં શાંતિ મંત્રો સાથે પ્રાર્થના કરી હતી. આજનું વિશ્વ આધ્યાત્મિક,ભૌતિક,આંતરિક અને આરોગ્યપ્રદ શાંતિ સાથે ઐક્ય ઝંખે છે તણાવ મુક્ત ઊર્જા પ્રાપ્ત મેળવી નવું પરિવર્તન ઝંખે છે અને યુદ્ધો અટકાવતી મૈત્રી આજની મુખ્ય યુગ માંગ બની છે. નર સંહાર કોઈને ગમતો નથી.

તોપ ,બંધુક, અણુ બોંબ બૉમ્બ,હુમલા, આતંકવાદી હુમલા ,દહેશત ધાક ,અશાંતિ ,ભયની નાગચૂડ માં વિશ્વ ફસાયું છે. અશાંતિ ના વાદળો અથડાયા કરે છે ,આ બધાનું કારણ શસ્ત્ર સરંજામ પાછળ અઢળક બજેટ ખર્ચ રાખે છે,કિન્તુ આરોગ્ય સેવા,શિક્ષણ અને સલામતી માટે પૂરતું બજેટ હોતું નથી,બોમ ધડાકા ગ્રસ્ત ગામોની પાયમાલી,સેનાની અને નિર્દોષ જીવોની મૃત્યુ શૃંખલા હૃદયદ્રાવક હોય છે તેઓના ,શહીદોના પરિવારોને મદદ કરવાનો હેતુ સાથે યુદ્ધ વિરામ ની ભાવનાથી યુનો દ્વારા વૈશ્વિક શાંતિ માટે શાંતિ દિવસ જાહેર થયો,આ દિવસ ને યુદ્ધ વિરામ ડે પણ કહે છે.

1981માં જાહેર થયેલો વિશ્વ શાંતિ દિવસ પોતાની પ્રથમ ઉજવણી તો 1982માં કરે છે . તે દર વર્ષે સપ્ટેમ્બર ના ત્રીજા મંગળવારે થતી પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ,યુ,એ ની જનરલ એસેમ્બલીમાં અંતર રાષ્ટ્રીય દિવસ સપ્ટેમ્બર 21મી એ અધિકૃત રીતે માન્યતા સાથે વિશ્વભરમાં ઉજવણી કરવાનું જાહેર થયું .પિકાસોએ કરેલા એક ચિત્રમાં ઉડતું સફેદ કબૂતર અને ચાંચમાં ઓલિવ વૃક્ષને પાંદડા વાળી ડાળખી ચિત્ર ને મૈત્રીનું પ્રતીક ગણી સર્વત્ર સ્વીકાર્યું છે. -આ દિવસે ન્યુયોર્કમાં શનિ માટે ,એકતાના પ્રતિક રૂપે જાપાનમાં બાળકો દ્વારા ભેગા કરાયેલા સિક્કાઓ ગાળી ને તૈયાર કરેલો મોટો ઘંટ વગાડવાનો રિવાજ છે.

જાપાનના સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી સંયુક્ત રાષ્ટ્ર ને અર્પણ કરેલ છે ,આ મહાકાય ઘંટ પર ‘વિશ્વ શાંતિ અમર’ એમ કોતરેલું છે .વિશ્વ શાંતિ દિવસ ના પ્રચાર,પ્રસાર માટે વિશ્વની જુદા જુદા ક્ષેત્રો જેવા કે સાહિત્ય,સંગીત, ખેલ રમત જગત,ફિલ્મ અભિનેતા પ્રતિભાઓ શાંતિ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવે છે, ઇનામો પણ અપાય છે ,સમાન ચિન્હો થી સ્વાગત થાય છે.મશહૂર શાયર અલ્તાફ હુસેન હબી નો શેર છે -યહી હૈ ઈબાદત યહી હૈ દિન ઓ ઈમાં /કી કામ આયે દુનિયામેં ઇન્સા કો ઇન્સા ‘- નિઃશસ્ત્રીકરણ દ્વારા વિશ્વ શાંતિ દ્વારા માનવી માનવી માટે જાગે તે આજના યુગ ની પુકાર છે – વિશ્વ શાંતિ દિવસનો ઉમદા હેતુ છે.

જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Advertisement
Right Click Disabled!