આપણા દેશમાંથી ભિખારીઓનો ત્રાસ દૂર કરવા આપણે સુ કરી શકીએ છીએ?

આપણા દેશમાંથી ભિખારીઓનો ત્રાસ દૂર કરવા આપણે સુ કરી શકીએ છીએ?
Spread the love

આપણે બધા આધુનિક અને પ્રગતિશીલ સમાજના સભ્યો છીએ. આપણે ખુબ પ્રગતિ અને વિકાસ કર્યો છે.પણ કેટલાક કદી ના પુરાઈ એવા નાસુર પર આપણે દયાન આપતા નથી
તમે ગમે ત્યા જતા હોય ભિખારી ઓનો તમને અચૂક ભેટો થશે. તમે પગપાળા જતા હોય કે ગાડી રીક્ષા કારમા જતા હોય તમને આ લોકો મળશે જ મળશે. તમે કયારે દયાભાવથી પ્રેરાઈને ૫/૧૦ રૂપિયા આપ્યા પણ હશે તમારા આ રૂપિયા તેમને આળસુ અને કામચોર હરામના હાડકાના બનાવે છે. આમ તો સામાન્ય રીતે આપણી માન્યતા મુજબ ભિખારીઓ ખોડ ખાપણ કે શારીરિક તકલીફવાલા હોય છે એમા વધુને વધુ ભીખ મેળવવાની લાલચમા આ લોકો સાજાસમા ખડતલ હોય તો પણ અપંગ આંધળા હોવાનો ઢોગ કરી આપણે બેવકૂફ બનાવે છે.આમા આ લોકોમા અમુક તો રોજના ૧૨૦૦/૧૫૦૦ રૂપિયા કમાઈ લે છે પાછા આમા વ્યસનીઓ પણ મોટી સંખ્યામાં હોય છે. દારૂ જુગાર ડ્રગ્સ પરસ્ત્રી ગમન જેવા શાહી શોખ ધરાવનાર પણ હોય છે અમુક કંજૂસ ભિખારીઓના મર્યા પછી લાખો રૂપિયા મળ્યાના દાખલા અવારનવાર પેપરોમા આવે છે.
આ લોકો ગંભીર બીમારીઓના શિકાર હોય છે આ લોકો પત્ની અને સંતાનોને ભૂખ્યા રાખીને પણ પોતાના વ્યસનો પોષે છે
આ લોકોને આમાંથી બહાર કાઢવાની જરૂર છે. મુખ્ય તકલીફ એ છે કે કયા શહેરમા કઈ જગ્યા પર આ લોકો કેટલી સંખ્યામા રહે છે એનો કોઈ ચોક્કસ આંકડો કોઈની પણ પાસે છે જ નહીં આ લોકો પાસે ક્યુ કામ કરાવવું એ પણ એક મોટી સમસ્યા છે આ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવવા એ એક યક્ષ પ્રશ્ન છે પહેલા તો આ લોકો સુધરવા માંગતા જ નથી. આ લોકોની રોજની ફિક્સ ચોક્કસ આવક કેવી રીતે ઉભી કરવી? આ લોકોના માટે હુન્નર કલા કસબના ખાસ તાલીમ વર્ગો ખોલવા પડે 2 ટાઈમ સમયસર પૌષ્ટિક ખોરાક કોણ રોજેરોજ પૂરો પાડે? આ લોકો ફૂટપાથ અને પુલની નીચે સુઈ રહે છે એમને ક્યાં રાખવા? ઘર ક્યાં આપવા? કયો વેપાર ધંધો કરાવવો? વ્યસનની લતોમાંથી કેવી રીતે છુટકારો અપાવવો? માનભેર ઈજ્જતવાલી જિંદગી જીવતા શીખવવું બહુ ભગીરથ કાર્ય છે આપણે આ લોકોને મહેનતની બે રોટલીની મીઠાશથી કેમ વાકેફ કરવા?
એક વાત તો ચોક્કસ છે કે આ લોકોને ભીખ માંગતા બંધ કરવા આપણે અઠવાડિયામાં જે રૂપિયા દાન આપવા હોય તે રૂપિયા ભિખારીઓને બદલે જરૂરતમંદ લોકોને ફાળવવા જોઈએ ગરીબ શબ્દપ્રયોગ બંધ કરવો જોઈએ એની જગ્યા પર જરૂરતમદ શબ્દનો ઉપયોગ કરવા મારી બે હાથજોડીને ખાસ વિનંતી છે. કોઈને દવા દારૂમાં કે સ્કૂલ કોલેજની ફી માં આ રૂપિયા વપરાઈ તો વધુ સારું કોઈના આગળ અભ્યાસ કે પાઠ્યપુસ્તકો અને નોટબુકોમા આ રૂપિયાનો ઉપયોગ કરો કોઈના ઘરમાં રેશન કરીયાનાનો જીવનજરૂરી સામાન ભરાવી દો કોઈને નાનામોટા વેપારમાં મદદ કરો અમુક રૂપિયા લૉન તરીકે આપી મદદ કરો કોઈને વેપાર નોકરી અપાવવામાં મદદ કરો પેલી વ્યક્તિ સાથે તેનો આખો પરિવાર તમને દુવાઓ આપશે તમારી આજુબાજુ કોઈ શરમમાં કોઈ કઈ શકતું ના હોય તો તમારું નામ ના આવે એ રીતે મદદરૂપ થાવ. ઉપરવાળો તમારા દરેક કાર્યની નોંધ લે છે.
આપણે આપણા દેશમાથી ભિખારીઓ નાબૂદ કરવા હોય તો મક્કમ મનોબળથી કામ લેવું પડશે સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓની મદદથી શરૂઆત તો કરી શકાય છે ને? ભીખ અને ભિખારીઓ આપણી શરમ છે. આપણે બધા આમા યથાયોગ્ય ફાળો આપીએ તો એક દિવસ જરૂર સફળતા મળશે.
હમ હોગે કામયાબ એક દિન

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!