રાજકોટ ના રાજવી પરિવારનો મિલ્કત અંગેનો વિવાદ હજુ સમેટાયો નથી

રાજકોટ ના રાજવી પરિવારનો મિલ્કત અંગેનો વિવાદ હજુ સમેટાયો નથી
Spread the love

રાજકોટ ના રાજવી પરિવારનો મિલ્કત અંગેનો વિવાદ હજુ સમેટાયો નથી.

રાજકોટ ના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે મિલ્કત વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને ૧.૫૦ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. રાજકોટના રાજવી પરિવારમાં ૧૫૦૦ કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. અગાઉ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યો હતો. આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી અને અંબાલિકાદેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકાદેવી તરફી ચુકાદો આપ્યો હતો. માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકાદેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી. એ નામંજૂર થઈ હતી. બાદમાં રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. તેમણે દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. આ કાયદાકીય લડત રાજકોટ સિવિલ કોર્ટમાં પહોંચી છે. તા.૨૦ ના રોજ સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા, કોર્ટના જજ એલ.ડી.વાઘે ૧૧ ઓક્ટોબરની મુદત આપી છે. રાજકોટ સ્ટેટ પાસેની સંપત્તિમાં રણજિત વિલાસ પેલેસ, ૩૦૦૩૫ ચો.મીટરમાં ફેલાયેલો છે. જેની અંદાજિત કિંમત ૩૦૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે. પેલેસ રોડની ૨૪૮૦ ચો.મી. રાજશ્રુંગી બિલ્ડીંગના રૂ.૪૯.૬૦ કરોડ, જૂનો દરબારગઢ ૧૦૫૬૦ ચો.મીટરમાં ફેલાયેલો છે. જેની આશરે કિંમત ૫૨.૮૦ કરોડ, માધાપર વીડી જમીન ૨૩૨૮૦૫ એકરની છે. જેની અંદાજિત કિંમત ૮૭૩ કરોડ છે. શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીની જમીન ૩૦૩૩૭ ચો.મીટર છે અને તેની અંદાજિત કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે. અમદાવાદ ભાવનગર બાયપાસ નજીક આવેલા ગુરુવરદ-૧ જેની કિંમત રૂ.૨૦૦ કરોડ માનવામાં આવે છે. સરધાર દરબારગઢ અને સુરાપુર મંદિરની ૩૨૨૫ ચો.મીટર કે જેની કિંમત ૩.૩૨ કરોડ ૧૪૦૬૩૦ ચો.મીટરમાં ફેલાયેલ રાંદરડા લેક ફાર્મની કિંમત ૨૧૦ અને રાંદરડા લેકને લાગુ જમીન ૭૯૯૩ ચો.મીટર, પિંજરાવાડીની ૨૪૨૮૧ ચો.મીટર જમીન જેની કિંમત રૂ.૧૧.૯૮ કરોડ માનવામાં આવે છે. કુવાડવા રોડ પરની ૧૨૧૪ ચો.મીટર જમીન રૂ.૨.૧૮ કરોડ ની છે. સરધાર દરબારગઢને લાગુ જમીન આશરે ૬૪૬૫ છે. જેની કિંમત ૧.૬૩ કરોડ આંકવામાં આવી રહી છે. કાયદા અનુસાર તા.૬/૭/૨૦૧૩ ના રોજ ૨ સાક્ષીઓ રૂબરૂ તથા નોટરી પબ્લીક સમક્ષ સહી કરી કાયદા અનુસારનું વીલ જે હાલના દાવામાં માર્ક ૪/૩ થી રજુ થયેલ છે તે એકઝીકયુટ કરેલું. આવુ વીલ કરવાનો સંપુર્ણ હકક અને અધિકાર સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી ધરાવતા હતા. કાયદાથી પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંત અનુસાર ગુજરાતમાં વીલના આધારે પ્રોબેટ કે લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન લેવાની જરૂરીયાત નથી. આ સંજોગોની અંદર લીગલ વીલને આધારે વીલના બેનીફીશ્યરી વીલ અન્વયે આગળની કાર્યવાહી કરવા સંપુર્ણપણે હકકદાર છે. અને તે કાર્યવાહીના ભાગરૂપે વીલના આધારે રેવન્યુ એન્ટ્રી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલી. વાદી અંબાલિકાદેવીએ પણ વીલનો સંપુર્ણ સ્વીકાર કર્યો છે. વીલ સંબંધે પોતાને રકમો મળી ગયેલ છે વીલ વાંચવા સંબંધે તથા તે વીલની કબૂલાત બદલ વીલના દરેક પાના ઉપર પણ સહીઓ કરી આપી છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!