રાજકોટમાં બનતા આવાસ સાઈટ અને નાનામવા રોડ પરના સ્ટોરની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ ના રૈયા વિસ્તારમાં બનતા L.I.J અને M.I.J પ્રકારના આવાસ સાઈટ અને નાનામવા રોડ પરના સ્ટોરની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-૯મા બની રહેલા રૈયા વિસ્તારમાં બનતા L.I.J અને M.I.J પ્રકારના આવાસ સાઈટની મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજરોજ તા.૨૩-૯-૨૦૨૧ ના રોજ સવારે મુલાકાત લઈ આવાસ પ્રોજેક્ટસની પ્રગતિ નિહાળી હતી. તેમજ આ બંને આવાસ યોજનાઓની કામગીરી ઝડપભેર પુરી કરી લાભાર્થીઓને તેની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવા સૂચના આપી હતી. M.I.J પ્રકારના આવાસ સાઈટ ખાતે શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવેલ છે. તેમાં ૩૪ દુકાનો બનાવાઈ છે. આ દુકાનોની હરાજીની પ્રક્રિયા શકય તેટલી ઝડપથી હાથ ધરવા કમિશનરશ્રીએ સૂચના આપી હતી. અત્રે એ નોંધનીય છે કે, L.I.J પ્રકારની આવાસ યોજનામાં ૧૪૪ અને રૈયા ઉપરાંત મવડી અને વાવડી ખાતેની સાઈટ પર M.I.J પ્રકારના કુલ-૧૬૪૮ આવસો બનાવવામાં આવી રહ્યો છે. દરમ્યાન કમિશનરશ્રીએ આજે નાના મવા મેઈન રોડ પર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્ટોરમાં જે તે શાખાનું વર્ગીકૃત રેકર્ડ વ્યવસ્થિત ઢબે સાચવવામાં આવે તે પ્રકારે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે. આ મુલાકાત દરમ્યાન D.M.C શ્રી એ.આર.સિંહ, સિટી એન્જિનિયરશ્રી અલ્પનાબેન મિત્રા, ટીપીઓશ્રી એમ.ડી.સાગઠીયા, પી.એ.(ટેક)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, સહાયક કમિશનરશ્રી એચ.કે.કગથરા, ડેપ્યુટી એન્જિનિયરશ્રી પરેશ પટેલ, આસી. મેનેજરશ્રી ઉનાવા વગેરે હાજર રહ્યા હતાં.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.