કાથરોટા મધમિક શાળાના ચાર વિદ્યાર્થી ઓ રૂરલ આઇ ટી.કવીઝ માં રાજ્ય લેવલે સિલેક્ટ થયા
કાથરોટા મધમિક શાળાના ચાર વિદ્યાર્થી ઓ રૂરલ આઇ ટી.કવીઝ માં રાજ્ય લેવલે સિલેક્ટ થયા
જૂનાગઢ : શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ ૨૦૨૧ નું આયોજન કરવા માં આવેલ હતું. જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશ માં છેલ્લા ૧૫ વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ ચાલુ વર્ષે પણ તેમ નું આયોજન ઓનલાઈન ના માધ્યમ થયું હતું.
કોવિડ19 કોરોના કાળ માં બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ કવિઝ રમાડવા માં આવે છે. જેમા ધોરણ ૮ થી ૧૨ સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છે. શાળા કક્ષાએ આ કવિઝ રમાડી અને શ્રેષ્ઠ ૪ વિધાર્થીઓનું રજીટ્રેશન અહીં આપેલ લિંક માં કરવાનું હોય છે. જેમાં જૂનાગઢ જિલ્લા માં કુલ ૨૧૦ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હતું. કથરોટા માધ્યમિક શાળાના ચાર બાળકો ઓનલાઇન ક્વીઝ સફળ થયા છે.જેમાં સોલંકી ખુશિત,શિવમ ભારથી,ચૌહાણ અંકિતા ,ચૌહાણ એકતાની પસંદગી થઈ છે.આ બાળકોને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સાયન્સ શિક્ષકશ્રી બળદેવપરી માર્ગદર્શન આપી તૈયારી કરાવી હતી.