રાજકોટ માં ભારે વરસાદને કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે સર્વે પૂર્ણ કરાયો

રાજકોટ માં ભારે વરસાદને કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે સર્વે પૂર્ણ કરાયો
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદને કારણે રસ્તાઓમાં થયેલ નુકસાન અંગે ૯૧૩ રસ્તાઓનો સર્વે પૂર્ણ કરાયો.

રાજકોટ માં ભારે વરસાદને પગલે જાહેર માર્ગોને થયેલ નુકસાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૮ વોર્ડમાં જાહેર રસ્તાઓ પરના કુલ મળીને ૧૧,૮૬૫ ચો.મી. એરિયામાં નુકસાન થયું હતું. જે પૈકી આશરે કુલ ૧૦,૦૮૯ ચો.મી. એરિયાનું મેટલ, મોરમ અને પેવિંગ બ્લોક વડે પેચ વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે બાકી રહેલા ૧૭૮૧ ચો.મી. જેટલા એરીયામાં સમારકામ ચાલુ છે. અને આગામી થોડા દિવસોમાં જ કામ પૂર્ણ કરી લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ શહેરના તમામ વોર્ડમાં જે રસ્તાઓમાં નુકસાન થયેલ છે. તેમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના તારણો અનુસાર વેસ્ટ ઝોનમાં ૩૭૧ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ, ઈસ્ટ ઝોનમાં ૨૦૭ સોસાયટી અને મુખ્ય રસ્તાઓ અને સેન્ટ્રલ ઝોનમાં ૩૩૫ સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓમાં કુલ ૨૫૪૬ ચો.મી. જેટલા એરીયામાં નુકસાન જોવા મળેલ છે. ડિફેક્ટ લાયેબિલિટી હેઠળ જે તે એજન્સી પાસે તેના ખર્ચે આ રસ્તાઓ રીપેર કરાવવામાં આવનાર છે. તેમજ હવે અન્ય રસ્તાઓ પર ડામર પેચ વર્ક પણ હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!