આરસેટી ટ્રેનીગ સેન્ટર દ્વારા જૂનાગઢની ૩૧ બહેનોએ તાલીમ પૂર્ણ કરતાં સર્ટિફિકેટ વિતરણ કરાયા

આરસેટી ટ્રેનીગ સેન્ટર દ્વારા જૂનાગઢની ૩૧ બહેનોએ તાલીમ પૂર્ણ કરતાં સર્ટિફિકેટ વિતરણ કરાયા
Spread the love

આરસેટી ટ્રેનીગ સેન્ટર દ્વારા જૂનાગઢની ૩૧ બહેનોએ તાલીમ પૂર્ણ કરતાં સર્ટિફિકેટ વિતરણ કરાયા

જૂનાગઢ : જૂનાગઢ એસબીઆઇ આરસેટી ટ્રેનીગ સેન્ટર અને ડીઆરડીએના સયુંક્ત ઉપક્રમે FLCRP(financial literacy camp) ની ૬ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૩૧ બહેનો સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતાં સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તથા તેઓને ફિલ્ડમાં કામગીરી કરવાની થતી હોય તે માટેની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અ તકે ડીએલએમ શ્રી કિરણભાઈ વ્યાસ દ્વારા વિવિધ યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢ એલ.ડી.એમ.શ્રી તોસનીવાલ દ્વારા બૅન્કિંગ વિષે તાલીમાર્થીઓને સમજ આપવામાં આવી હતી. તથા આરસેટી ડાયરેક્ટર વિજયસિંહ આર્ય દ્વારા તાલીમ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી માટે એસબીઆઇ આરસેટી ૦૨૮૫- ૨૬૨૦૯૫૧ પર તાલીમ લેવા માંગતા લોકો સંપર્ક કરી શકશે.

Advertisement
Right Click Disabled!