જૂનાગઢ જિલ્લામાં ૭૨ જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા કોરોના કાળમાં રૂા.૧૧૦૦ કરોડની નિકાસ કરી કિંમતી હુંડીયામણ રળી અપાયું

જૂનાગઢ જિલ્લામાં ૭૨ જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા કોરોના કાળમાં રૂા.૧૧૦૦ કરોડની નિકાસ કરી કિંમતી હુંડીયામણ રળી અપાયું
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ૭૨ જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા કોરોના કાળમાં રૂા.૧૧૦૦ કરોડની નિકાસ કરી કિંમતી હુંડીયામણ રળી અપાયું

જૂનાગઢ ખાતે નિકાસકારોને પ્રોત્સાહન આપવા એક્સપોર્ટ કોન્કલેવ યોજાયો

મગફળી આધારિત પીનટ બટરના યુનીટ શરૂ કરવા મોટી સંભાવનાઓ

જૂનાગઢ : કપરા કોરોના કાળમાં જૂનાગઢ જિલ્લામાં ૭૨ જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા રૂા.૧૧૦૦ કરોડની જિલ્લામાં ઉત્પાદીત વસ્તુઓની નિકાસ કરી દેશને કિંમતી હુંડીયામણ રળી આપ્યું છે. આ ઔદ્યોગિક એકમો જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સમાં નોંધાયેલા છે. ઉપરાંત ચેમ્બરમાં નોંધાયેલ ના હોય તેમજ મુંદ્વા અને કંડલા સહિત અન્ય બંદરોથી સીધી નિકાસ કરતા હોય તેવા એકમો દ્વારા અંદાજીત ૪૦૦ કરોડ ઉપરાંતની નિકાસ કરવામાં આવી છે. આમ જૂનાગઢ જિલ્લાની કોરોના કાળમાં કુલ નિકાસ રૂા.૧૫૦૦ કરોડ જેટલા થાય છે.

જૂનાગઢ ખાતે અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયાની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ધી જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડીજીએફટી તથા વાણિજ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપવા આયોજીત એક્સપોર્ટ કોન્કલેવમાં ચેમ્બરના સેક્રટરીશ્રી સંજયભાઇ પુરોહિતે આ વિગતો આપી હતી.

જૂનાગઢ જિલ્લામાંથી નિકાસ થયેલ પ્રોડક્ટમાં ૨૪ ટકા સોલવન્ટ ઓઇલ, ૨૫ ટકા મગફળી સીંગદાણા, ૧૨ ટકા એન્જીનીરીંગ પ્રોડક્ટ બેરીંગ, ૧૫ ટકા કેસ્ટર પ્રોડક્ટ તેમજ કેરી ફીશરીઝ સહિત અન્ય પ્રોડક્ટનો હિસ્સો ૨૪ ટકા છે. જૂનાગઢ ચેમ્બરમાં બધા એકમો નોંધાઇ તો વધુ સંગઠીત થઇને સરકારી યોજનાઓના લાભ મળવા સાથે ઉદ્યોગકારો માટે સમય અને શક્તિનો પણ બચાવ થઇ શકે.

આ પ્રસંગે મહારાષ્ટ્રમાં રત્નાગીરી કલસ્ટર મંજુર થયેલ છે તેમ જૂનાગઢ જિલ્લાચમાં કેરી માટે કલસ્ટર મંજુર થયું છે. જેનાથી વેલ્યુ એડીશન થવા સાથે કેરી એકસપોર્ટ કરતા લોકોને કોમન ફેસીલીટી સેન્ટરનો લાભ મળશે. મગફળી ઝીરો વેસ્ટ ચેઇન પ્રોજેક્ટ છે. જૂનાગઢ મગફળીનું હબ છે. પીનટ બટરની વિશ્વમાં ખુબ માંગ છે. તેનું એક પણ યુનિટ જૂનાગઢ જિલ્લામાં નથી. આ યુનિટ માટે ખુબ મોટી સંભાવના જૂનાગઢ જિલ્લો ધરાવે છે.

જાપાન, કોરિયા, ચીન સહિતના દેશોમાં તલની ખુબ ડિમાન્ડ છે. તલના નિકાસની વિશેષ શકયતાઓ જૂનાગઢ જિલ્લો ધરાવે છે. એ જ રીતે જાપાનમાં ફુલની ખુબ ડિમાન્ડ છે. જૂનાગઢ જિલ્લો તેમા પણ નામ કરી શકે તેમ છે. ઉપરાંત મગફળી બાદ સોયાબીન બીજા નંબરે ઉત્પાદીત થાય છે. સોયાબીન વિવિધ પ્રોડક્ટની નિકાસની પણ વિપુલ સંભાવનાઓ છે.

સંત, શુરા અને સાવજ કે ગિરનારથી ઓળખાતા જૂનાગઢ જિલ્લાની એગ્રો બેઇઝ પ્રોડક્ટના નિકાસકાર તરીકે પણ વિશ્વમાં ઓળખ પ્રસ્થાપીત થવાની સંભાવનાઓ ઝીલવા ઉદ્યોગકારોને આહવાન કરાયું હતું. એન્જીનીયરીંગ તેમજ તેની બાય પ્રોડક્ટના નિકાસમાં પણ વિપુલ સંભાવનાઓની વિગતો આ કોન્કલેવમાં આપવામાં આવી હતી.

એક્સપોર્ટ કોન્કલેવનાં પ્રારંભે જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી ધૈર્ય જોષીએ સ્વાગત પ્રવચન સાથે જિલ્લામાં વિવિધ ઉદ્યોગની સંભાવનાની વિગતો આપી હતી. અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાભણીયાએ ઉદ્યોગકારો માટે જિલ્લા વહિવટી તંત્ર તમામ સહયોગ આપશે તેમ જણવાયુ. જૂનાગઢ ડીજીએફટીના અધિકારી કે.જી.રાઠોડ નિકાસકારો માટે ભારત સરકાર દ્વારા અમલી યોજનાઓની, તેમજ એકસપોર્ટરશ્રી ધર્મેશ ચોટાઇએ નિકાસકારો માટે જરૂરી બાબતોની વિસ્તૃત જાણકારી આપી હતી. ઉદ્યોગકારોએ વેબસાઇટ અપડેશન, વિવિધ પ્રમાણપત્રો અંગેના સેલ્યુશન મેળવ્યા હતા. શ્રી સુહેલ કિકાણીએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રીવિજયભાઇ દોમડિયા, ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરીશ્રી મહેશભાઇ દેસાઇ, સેક્રટરીશ્રી સંજય પુરોહિત, શ્રીભરતભાઇ શીરોયા, શ્રીઅશોક રાયઠ્ઠઠા સહિત એક્સપોર્ટ એકમોના માલીકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Right Click Disabled!