જૂનાગઢ પોલીસે સુરત ખાતેથી યુવતીને લાવી, પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ પોલીસે સુરત ખાતેથી યુવતીને લાવી, પરિવાર સાથે મિલન કરાવ્યું
Spread the love

_જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકના એક ગામડામાં રહેતા યુવાનની પત્ની અને બે નાના બાળકોની માતા ગામના જ એક યુવાન સાથે આંખ મળી જતા, નાસી ગયેલ અને વિસાવદર પોલીસ દ્વારા સુરત હોવાનું શોધી કાઢી, યુવાનને મુલાકાત કરાવતા, યુવતીએ ઘરે આવવા નનૈયો ભણી દેતા, યુવાન વીલા મોઢે ઘરે પરત આવી ગયેલ હતો. થોડા દિવસ બાદ યુવતીને જે યુવક સાથે નાસી ગયેલ, તેનો સંસાર ખારો લાગતા અને પોતાના સંતાનો યાદ આવતા, પ્રેમી યુવકની જાણ બહાર પોતાના પતિને ફોન કરી, પોતાની ભૂલ સ્વીકારી, પરત લઈ જવા જણાવતા, પતિ યુવાનએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો પોતાની જ્ઞાતિના આગેવાનો દ્વારા સંપર્ક કરી, પોતાની સમસ્યા જણાવેલ અને પોતાની પત્નીને પરત લાવવાની વાત કરેલ હતી. …_

*જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. *જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે* તેવો ઉદ્દેશ ધરાવે છે…_

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવકની સમસ્યા જાણી, તેની પત્ની દ્વારા કરવામાં આવેલ કોલ રેકોર્ડ સાંભળી, તેની પત્ની સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હોઈ, સુરત શહેર પોલીસના અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.પી.સોલંકી સાથે સંકલન કરી, યુવાનને સુરત શહેર ખાતે મોકલી, પત્નીને રૂબરૂ બોલાવી, પૂછપરછ કરતા, પોતાના પતિ સાથે બાળકો પાસે જવા માંગતી હોઈ, પતિ સાથે મોકલી આપી, બાળકો સાથે મિલન કરાવવામાં આવેલ હતું. પોતાના બાળકો અને પતિ સહિતના કુટુંબીજનો સાથે મિલન કરાવતા, બાળકો અને કુટુંબીજનો ભાવ વિભોર થયેલ હતા. કુટુંબીજનો તથા યુવક દ્વારા મોબાઈલ ફોન કરી, જો જૂનાગઢ પોલીસ દ્વારા મદદ મળી ના હોત તો, પોતાની પત્નીને ખોવાનો વારો આવ્યો હોત, તેવું જણાવી, જૂનાગઢ પોલોસનો આભાર વ્યક્ત કરેલ હતો….._

જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા સુરત ખાતેથી યુવતીને લાવી, પરિવાર સાથે મિલન કરાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરેલ હતું…._

Advertisement
Right Click Disabled!