રાજકોટ ની સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ એનાયત

રાજકોટ ની સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ એનાયત
Spread the love

રાજકોટ ની સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ એનાયત.

રાજકોટ માં P.D.U સિવિલ હોસ્પિટલ હાલ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર છે. રાજ્ય સરકારની યોજનાઓનો પણ લાભ લેવા માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો રહેતો હોય છે. ૨૦૨૦-૨૧ એક વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ-૬૮૧૩ જેટલા દર્દીઓએ “મા” અમૃતમ કાર્ડ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારનો લાભ લીધો છે. જે સરાહનીય કામગીરી બદલ P.D.U સરકારી હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલને “મા” અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા કામગીરીને બિરદાવીને સિવિલ હોસ્પિટલને બેસ્ટ કામગીરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ બને યોજનાઓના લાભાર્થીઓને તકલીફ ન મળે તે માટે એક P.R.O ની નિમણૂક અને તેની સાથે એક ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. જેથી લાભાર્થીઓ સીધા હેલ્પ ડેસ્ક પરથી સહાય મેળવી શકશે. “માં” અમૃતમ કાર્ડ હેઠળ મળતા લાભો, પરિવારના દરેક સભ્ય માટે “મા” કાર્ડ આપવામાં આવશે. પરિવાર દિઠ રૂ.૫ લાખ સુધીનો લાભ મેળવી શકશે. દર્દીઓને ભાડા પેટે પણ રૂ.૩૦૦ મેળવી શકશે. યોજના હેઠળ નિદાન, લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સારવાર બાદ અનુવૃત્તિ, દવાઓ, દાખલ ચાર્જ, ખોરાક અને મુસાફરી સુધનો ખર્ચ મળશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!