જૂનાગઢ પોલીસની સતર્કતા ના કારણે છરીની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપીઓ ને ગણત્રીની કલાકોમાં ઝડપી પાડયા

જૂનાગઢ પોલીસની સતર્કતા ના કારણે છરીની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપીઓ ને ગણત્રીની કલાકોમાં ઝડપી પાડયા
Spread the love

_તા. 08.10.2021 ના રોજ જૂનાગઢ શહેરના વિવેકાનંદ સ્કૂલ, આઈટીઆઈ રોડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદી વિશાલભાઈ ધીરેન્દ્રભાઈ પંડયા ઉવ. 36 રહે. મેઘાણીનગર, આઈટીઆઈ રોડ, જૂનાગઢ પોતાના મોટર સાયકલ ઉપર જતા હોઈ, તેઓને એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા આરોપીઓએ આંતરી, છરી બતાવી, પર્સ, સ્કુટરની ચાવી, રોકડ રકમ રૂ. 800/- ની લૂંટ કરી, વધુ રૂપિયા આપવાનું જણાવી, મોટર સાયકલ ઉપર બેસાડી, એસબીઆઈ બેંકના જુદા જુદા બે એટીએમ ખાતે લઈ જઈ, કુલ રૂ. 55,800/- ની લૂંટ કરી લેતા, ફરિયાદી વિશાલભાઈ ધીરેન્દ્રભાઈ પંડયાએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મા લૂંટ, ગેર કાયદેસર અટકાયતનો ગુન્હો નોંધી, પી.આઇ. એમ.એમ.વાઢેર તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…._

_*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા નવા આવેલ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_

_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, એટીએમના સીસીટીવી તેમજ વિશ્વાસ પ્રોજેકટ આધારે ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા આધારે ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ બંને આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આરોપીઓનું પગેરું દબાવી, દરમિયાન પોલીસ ટીમને મળેલ બાતમી આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પોલીસની સતર્કતાના કારણે *ગણતરીના કલાકોમાં આરોપીઓ (1) સમીર કનુભાઈ મકવાણા ઉવ. 22 રહે. પ્રદીપના ખાડીયા,જૂનાગઢ તથા (2) રામ અમૃતલાલ ચૌહાણ જાતે દરજી ઉવ. 25 રહે. જોશીપરા, જૂનાગઢ* ને ખાડીયા પંચેશ્વર વિસ્તારમાંથી પકડી ઝડતી દરમિયાન રોકડા રૂ. 25,000/- તથા ગુન્હામાં વાપરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ મોટર સાયકલને ધમકી આપી, લૂંટનો ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી….._

_આરોપીઓની *પોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે ગણતરીના કલાકોમાં ધરપકડ* કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ બાબતે *ઇ ગુજકોપ તથા પોકેટ કોપ એપ્લિકેશન આધારે* રેકર્ડ મેળવતા તથા આરોપીઓને સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી સમીર કનુભાઈ મકવાણા ઉવ. 22 રહે. પ્રદીપના ખાડીયા,જૂનાગઢ, ભૂતકાળમાં સને 2018ની સાલમાં પ્રોહીબિશનના 01 ગુન્હામાં, સને 2019ની સાલમાં પ્રોહીબિશનના તથા ધમકી આપવાના 02 ગુન્હામાં, સને 2020 ની સાલમાં બે લૂંટ, બે ખંડણી, ખાનગી મિલકતને નુકશાન, મારામારી, પ્રોહીબિશન સહિતના 05 ગુન્હાઓમાં, સને 2021 ની સાલમાં જાહેરનામા ભંગના 01 ગુન્હાઓ સહિત આજદિન સુધીમાં કુલ 09 ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે. પકડાયેલ બને આરોપીઓ પૈકી આરોપી સમીર કનુભાઈ મકવાણા *રીઢો ગુન્હેગાર છે અને જ્યારે પકડાઈ ત્યારે જાતે બ્લેડથી ઇજાઓ કરવાની તથા પોલીસ સ્ટેશનમાં લોક અપ મા માથા ભટકાળી ઇજાઓ કરવાની મોડ્સ ઓપરેન્ડી* ધરાવે છે….._

_પકડાયેલ બને આરોપીઓ બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? વિગેરે બાબતે પૂછપરછ કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!